– ભારતમાં ૧૫૦ સીસી બાઇક સેગ્મેન્ટ મોટેભાગે ગ્રાહકોમાં વધારે પડતી લોકપ્રિય જોવા મળે છે. તેમજ હોન્ડાએ ૧૫૦ સીસીનું બાઇકનું કોન્સપ્ટ મોડેલ હમણા તાજેતરમાં રજુ કર્યુ હતું. અને આ બાઇકનું નામ ૧૫૦ એસએસ રેસર છે.
– ભારતમાં આ બાઇકના લોન્ચ થયા બાદ ધૂમ મચાવે તેવી શક્યાઓ છે. તદ્ઉપરાંત અગાઉ થયેલ ૨૦૧૭માં બેંગકોક ઇન્ટરનેશનલ મોટર શોમાં હોન્ડએ માર્ચમાં સૌ પ્રથમવાર આ બાઇક રજુ કરી હતી પરંતુ કંપની દ્વારા મોડેલમાં ખાસ બદલાવ તેમજ સીટની ડિઝાઇનમાં તફાવત જોવા મળતો નથી પણ રિયલ લુકમાં સ્પષ્ટ બદલાવ જોવા મળે છે.
– અને જો તેના બદલાવની વાત કરીએ તો તેની પાછળ એક મોટી એલઇડી ટેલલાઇટ લગાડવામાં આવી છે અને તેની નીચે ક્લિયર લેન્ચ ટર્ન પણ લગાવાયું છે આ રિંયર ડિસ્ક બ્રેકમઢાવ થયો છે પરંતુ તેના એકઝોસ્ટ કોન્સેપ્ટ મોડેલમાં કાંઇ બદલાવ કર્યો નથી.
– હોન્ડની આ બાઇક એક અલગ લુક ધરાવતી હોવાથી અત્યારથી જ ખાસ્સી ચર્ચામાં આવી રહી છે. અંતે હોન્ડની આ બાઇક પાછળ કં૫નીએ અત્યાર સુધીમાં એક કરોડ ૧૫ લાખ ‚પિયા ખર્ચી નાખ્યા છે. તેમજ આ બાઇક ભારતમાં ટુંક સમયમાં લોન્ચ કરવાન જાહેરાત કરવામાં આવશે.