હોન્ડા મોટરસયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ બુધવારે ભારતમાં પોતાની 2021 ગોલ્ડ વિન્ગ ટૂર પ્રિમિયમ મોટરસાઇકલને લોન્ચ કરી છ. આ મોટરસાયકલને ભારતમાં 39,16,055 રૂપિયા એક્સ શોરૂમ અને 39,16,055 રૂપિયામાં ડીસીટી, એરબેગ ટ્રીમને ઉતારી છે. હોન્ડા ગોલ્ડવિંગ એક પ્રિમિયમ મોટરસાયકલ છે જેમાં ગ્રાહકો માટે અનેક આકર્ષક ફિચર્સ આપવામાં આવ્યા છે. આ મોટર સાઇકલના નવા મોડલમાં પહેલાથી વધુ અનેક ફિચર્સ છે જે મોટરસાઇકલ રાઇડરને વધુ સરસ રાઇડિંગ એક્સપીરિયન્સ ઓફર કરે છે. ખાસ વાત એ છે કે આ મોટરસાઇકલને કમ્પલીટલી બિલ્ડ અપ યૂનિટના રૂપમાં વેચવામાં આવશે.

RED Bikeબાઇક પર રાઇડર્સને મળશે ડિસ્પ્લે

હોન્ડા ગોલ્ડ વિંગમાં યુનિક કોકપિટ ડિઝાઇનની સાથે લક્ઝુરિયસ ઇન્ટુમેન્ટેશન આપવામાં આવ્યું છે. આ પ્રિમિયમ મોટરસાઇકલમાં ગ્રાહકોને એક 7 ઇંચની ફૂલ કલર TFT લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે આપવામાં આવે છે જેમાં નેવિગેશન અને ઓડિયો ઇર્ફોર્મેટિક્સ મળે છે.

Two Bikeઆ મોટરસાઇકલમાં રાઇડર્સને જાયરોકંપાસ, નેવિગેશન, એપલ કાર પ્લે, એન્ડ્રોઇડ ઓટો એપ્સ ક્નેક્ટિવિટિ ઓફર આપવામાં આવી છે. જેમાં હાઇવે સ્પીડ પર વિન્ડ બફેટિંગથી બચવા માટે ઇલેક્ટ્રોનિક એડઝસ્ટેબલ સ્ક્રીન પણ આપવામાં આવી છે અને તેમાં સ્માર્ટ કી ઓપરેશન, ચાર રાઇડિંગ મોડ્સ અને હિલ સ્ટાર્ટ અસિસ્ટ પણ છે.

આ સિવાય હોન્ડા ગોલ્ડ વિંગ મોટરસાઇકલમાં ABS, એરબેગ, ડ્યુઅલ કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમ અને આઇડલિંગ સ્ટોપ સામેલ છે. ઉલ્લેખનીય છે કે મોટરસાઇકલની સ્ક્રીનમાં 8 બ્રાઇટનેસ લેવલ આપવામાં આવી છે. રાઇડરને ઇંસ્ટ્રૂમેન્ટના બોટમ લેફ્ટ એરિયામાં ન્યૂમેરિકલ ફિગર તરીકે ટાયર પ્રેશર દેખાશે.

Bike 1કેવું છે એન્જીન ?

હવે વાત કરીએ એન્જીન અને પાવરની તો આ મોટરસાયકલમાં ગ્રાહકોને 1,833ccનું ફ્લેટ-સિક્સ, લિક્વિડ-કૂલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 5,500rpm પર 124.7bhpની મેક્સિમમ પાવર અને 4,500rpm પર 170Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. ટ્રાન્સમિશન વિકલ્પોની વાત કરીએ તો મોટરસાઇકલમાં સિક્સ સ્પીડ મેન્યુઅલની સાથે સાથે 7 સ્પીડ ડીસીટી ગિયરબોક્સ આપવામાં આવે છે. આ સિવાય કંપનીએ મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિએન્ટ પર એક આસિસ્ટ અને સ્લિપર ક્લચ પણ જોડવામાં આવ્યું છે.

કેટલી છે કિંમત ?

Honda Bikeઆ મજેદાર બાઇકનું બૂકિંગ હાલ દેશભરમાં હોન્ડાના પ્રિમિયમ મોટરસાયકલ આઉટલેટ્સ, હોન્ડા બિગ વિંગ ટોપલાઇન પર જ ઉપલબ્ધ છે. આ મોટરસાયકલની મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 37,20,342 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન વેરિઅન્ટની કિંમત 39,16,055 રૂપિયા રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.