હોન્ડાએ પોતાની નવી સબ 4 મીટર સેડાન 2018 અમેઝને ભારતમાં લોન્ચ કરી. કંપનીએ તેને પેટ્રોલ અને ડીઝલ એમ બે એન્જિન ઓપ્શન્સ સાથે રજૂ કરી છે. નવી 2018 અમેઝની કિંમત રૂ.5.5 લાખથી રૂ.7.57 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. હોન્ડા અમેઝમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.
અમેઝ પેટ્રોલ ઓટોમેટિક મોડેલની કિંમત રૂ.7.39 લાખથી રૂ.7.99 લાખ છે. તેને પહેલીવાર ડીઝલ ઓટોમેટિકમાં રજૂ કરવામાં આવી છે અને તેની કિંમત રૂ.8.39 લાખથી રૂ.8.99 લાખ છે.
- હોન્ડા અમેઝના પેટ્રોલ વેરિયન્ટમાં 1.2 લીટર, 4 સીલિન્ડર એન્જિન છે જે 89 બીએચપી પાવર અને 110 એનએમ ટોર્કને જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ કે 7 સ્ટેપ સીવીટી ઓટોમેટિક સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
- સીવીટીમાં પેડલ શિફ્ટર્સ છે જે આ સેગમેન્ટમાં પહેલીવાર કોઇ કારમાં જોવા મળ્યા છે.
- કંપનીનો દાવો છે કે પેટ્રોલ મેન્યુઅલ 19.5 કિલોમીટર પ્રતિ લીટર અને સીવીટી 19 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com