હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ એક્ટિવા 5જીને ભારતમાં લોન્ચ કરી દીધું છે. કંપનીએ હોન્ડા એક્ટિવા 5જીને મોટા અપડેટ સાથે ઓટો એક્સપો 2018માં રજૂ કરી હતી. હવે કંપનીએ આ સ્કૂટરને પોતાની વેબસાઇટમાં લિસ્ટ કરી દીધું છે.
Honda Activa 5G scooter launched at Rs 52,460 with new DLX variant#hondaactiva #Activa5G@honda2wheelerin @ibtimes_india https://t.co/XDnAUunBr3
— IBTimes India Auto (@IBT_Auto) March 15, 2018
વેબસાઇટ પ્રમાણે, આ સ્કૂટરની કિંમત 52,460 રૂપિયાથી લઇને 54,325 રૂપિયા(એક્સશોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે. એક્ટિવા 5જીની બુકિંગ પહેલાં જ શરૂ કરી દીધી હતી. 2018 હોન્ડા એક્ટિવા 5જીની ડિઝાઇનમાં બદલાવ કરતા પોઝિશન લેમ્પની સાથે ઓલ એલઇડી હેડલેમ્પ ઉપરાંત નવા કલર ઓપ્શન સાથે લોન્ચ કરાયું છે. આ ઉપરાંત તેની સ્ટાઇલમાં વધારે બદલાવ કરવામાં આવ્યો નથી.
2018 હોન્ડા એક્ટિવા 5જીને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ વર્ઝનની સરખામણીએ ડીલક્સ વર્ઝનમાં એડિશનલ ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ સ્કૂટરમાં દરેક સ્થળે ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા ફ્રન્ટ હુક ને મફ્લર માટે એક્સ્ટ્રા ડ્યુરેબલ પ્રોટેક્ટર છે. તેના ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લચરમાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે અને હવે તેને ડિજિટલ ડિસ્પ્લે સાથે ઉતારવામાં આવી છે. તેમાં એડિશનલ સર્વિસ ડ્યૂ ઇન્ડિકેટર અને ઇકો ઓપ્શન આપવામાં આવ્યા છે.
એક્ટિવા 5જીમાં 109 સીસી, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ બીએસ 4 એન્જિન સાથે હોન્ડા ઇકો ટેક્નોલોજી આપવામાં આવી છે. જે 8 બીએચપી પાવર અને 9 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં સીવીટી યુનિટ પણ આપવામાં આવ્યું છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 83 kmph છે.
આ સ્કૂટરમાં જૂના 6 કલર ઓપ્શન ઉપરાંત Dazzle Yellow Metallic અને Pearl Spartan Red આપવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com