શ્રીમદ્ રાજચંદ્રજીની પરમ ભક્ત, પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ સંસ્થાપિત વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તેની મંગળ સ્થાપનાના ૨૫ ગૌરવવંતા વર્ષો પૂર્ણ કરી રહ્યું છે. તેના રજત મહોત્સવની ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલ સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં તા. ર૯મી ડિસેમ્બર થી ૧લી જાન્યુઆરી સુધી ધર્મોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે! આ મહોત્સવના પ્રથમ દિવસે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રત્યે પોતાની શુભકામનાઓ દર્શાવતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ ઉજવણી માં સહભાગી થયા હતા

WhatsApp Image 2019 12 30 at 7.30.00 AM

માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર માં આવી સૌ પ્રથમ તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા જીના ચરણ પક્ષાલ કરી, કે ન પરથી પ્રતિમા જી પર પુષ્પવૃષ્ટિ કરી શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યેનો તેમનો પૂજ્ય ભાવ વ્યક્ત કર્યો હતો. આશ્રમ માં ઘણું જ વિકાસકાર્ય થઈ રહ્યું છે, જે તેમણે આશ્રમની એક ટુર કરી નિહાળ્યું હતું, જેમ કે નૂતન જિનમંદિર, આવાસો અને નિર્માણાધીન ૨૫૦ બેડની શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ, આ સમ” કાર્ય જોઈ તેઓ ખૂબ સંતોષ પામ્યા હતા

WhatsApp Image 2019 12 30 at 7.30.01 AM

ત્યારબાદ પૂજ્ય ગુરુદેવ શ્રી સાથે તે બપોરના બી.એ.પી.એસ. સંસ્થાના પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામીના પ્રવચનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમને અહીં વિશ્વભરમાંથી રજત મહોત્સવ ઉજવવા આવેલ આશરે દસ હજાર લોકો સમક્ષ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ની સાધના અને સેવા પ્રવૃત્તિઓ ની સરાહના કરતું પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર નું સ્ટેટમેન્ટ છે: “પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો.’ આ
સ્ટેટમેન્ટની ચરિતાર્થ કરતાં સર્વમંગલ અને સર્વ મંગળ ની અનેકાનેક પ્રવૃત્તિઓ મિશન દ્વારા કરવામાં આવી રહી છે. સાધના અને સેવાની આ યાત્રામાં લાખ લોકો જોડાયા છે. સાધના થકી સર્વમંગલ સાંધવા શ્રીમદ્ રાજચંદ્ શ્રમ, ધમરપુરમાં સત્સંગ શિબિરો, ધ્યાન શિબિરો વગેરેનું નિયમિતપણે આયોજન થાય છે. વિશ્વભરમાં ૧૦૮ સત્સંગ કેન્દ્રો, બાળકોમાં મૂલ્યો અને સ્વવિકાસની પ્રેરણા આપતાં ‘શ્રીમદ્ રાજચંદ્ર ડિવાઈનટચના ૨૫૧ વર્ગો અને ૯૨ યુથે ચુસ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે સ્વમંગલની સાધનાના ૨૫ સુવર્ણ વર્ષોમાં અનેકાનેક લોકોને આત્મકલ્યાણના માર્ગે પ્રેર્યા છે.

WhatsApp Image 2019 12 30 at 7.29.59 AM WhatsApp Image 2019 12 30 at 7.29.57 AM

સર્વમંગલ અર્થે પૂજ્ય ગુરુદેવ શ્રી સકલ જીવરાશિ પ્રત્યેનો પ્રેમ ના બીજ રોપે, તેને પોષણ આપી રહ્યા છે. વિશ્વભરમાં શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા ૩૫થી વધુ સેવા પ્રોજેક્ટસ કાર્યરત છે. જેમાં ૭૫ બેડની શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ, વિકલાંગ કેન્દ્ર, શાળા, વિજ્ઞાન પ્રવાહની કોલેજ, એનિમલ મેડિકલ કેમ્પ, એનિમલ નર્સિંગ હોમ, વૃક્ષારોપણ વગેરે મુખ્ય છે. આમ સર્વમંગલના આ મંગળકારી ૨૫ વર્ષોમાં લાખો જીર્વા સહાય, શાતા અને સેવા પામ્યા છે!

આમ પોતાના ૨૫ સુવર્ણવર્ષો દરમિયાન લાખો લોકોના જીવનમાં અધ્યાત્મ, પ્રેમ, આનંદ અને કાળજીનો પ્રકાશ રેલાવતું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર મહા-અભિયાન બની વિશ્વને વધુ સુંદર અને પ્રકાશમય બનાવી રહ્યું છે!

મુખ્યમંત્રીશ્રીના મિશન સાથે ગાઢ સંબંધો રહ્યા છે અને વખતોવખત મિશનના વિવિધ પ્રસંગોમાં ઉપસ્થિત રહે છે. મિશનના કાર્યમાં તેની હંમેશા સહકાર અને સહયોગ રહ્યો છે. રજત મહોત્સવના મંગળ અવસરે ઉપસ્થિત રહી તેમણે શ્રીમદ્ રાજચંદ્રજી અને પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યેનો પોતાનો આદરભાવ દર્શાવ્યો અને મિશનનો શુભચિંતક તરીકે આવનારા વધુ કલ્યાણકારી વર્ષો માટે ની શુભેચ્છા આપી!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.