ઓસ્ટ્રેલીયાની મહિલા સેલ્ફી લેતી વેળાએ કુવામાં પડી જતા યુવકે સુઝબુઝ વાપરીને કપડામાંથી દોરડુ તૈયાર કરી મહિલાને બચાવી’ તી
જૂનાગઢ શહેર ઐતિહાસિક વારસો ધરાવે છે સાથે જ રળિયામણું શહેર છે. જૂનાગઢમાં દર વર્ષે દેશ-વિદેશમાંથી પુષ્કળ પ્રવાસીઓ અહી મુલાકાતે આવતા હોય છે. આપણા દેશમાં અતિથિઓને દેવ તુલ્ય માનવામાં આવે છે. આ અતિથિ દેવો ભવની ભાવનાને જૂનાગઢના ૨૨ વર્ષીય યુવાન રીફાકતહુસૈન સૈયદ નામના યુવાને સાચી ઠેરવી છે.
આ અંગે વિસ્તૃત મળતી વિગતો અનુસાર થોડા દિવસ પહેલા જૂનાગઢ ના ઉપરકોટ કિલ્લામાં ઓસ્ટ્રેલિયાની મહિલા પર્યટક ફ્રિડેલ પોતાના મોબાઈલમાં ઉપરકોટ કિલ્લા અને આજુબાજુનું મનમોહક નજારા સાથે સેલ્ફી લઈ રહી હતી. એ દરમિયાન સેલ્ફી લેવામાં મગ્ન ફ્રીડેલ નો પગ લપસતા તેણી ૩૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ હતી. આ સમયે ત્યાં ૨૨ વર્ષીય યુવાન આ મહિલાની બુમો સાંભળતા દોડીને જાય છે. યુવાન પોતાની સૂઝબૂઝ અને ત્વરિત નિર્ણય શક્તિ દાખવીને પોતાનો શર્ટ અને અન્યોના કપડાની મદદથી દોરડુ બનાવીને મહિલાને મહેનતે બહાર કાઢી બહાર કાઢી અને જીવ બચાવ્યો હતો.હાલમાં ફ્રિડેલને શરીરમાં સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.ઉલ્લેખનીય છે કે જૂનાગઢના આ યુવાનની બહાદુરીની નોંધ તંત્ર દ્વારા લેવાઈ હતી. સ્વાતંત્ર દિન પર્વ પર યુવાનને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી