સાંજે ૬ થી ૭.૩૦ સુધી વિવિધ સ્થળોએ ફ્લેશમોબનું આયોજન
‘વોક ફોર હેલ્થ… વોક ફોર હોમિયોપેથીક’ અંતર્ગત રેસકોર્સ રીંગરોડ ખાતે રેલી યોજાઇ
હોમિયોપેથીક ડોકટરો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા
ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તા.૧૦ એપ્રિલને હોમિયોપેથીકના ફાધર ડો.સેમ્યુઅલ હેની મેનના જન્મદિવસને વર્લ્ડ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત આજ રોજ વર્લ્ડ હોમિયોપેથીક દિને એચ.એન.શુક્લ મેડીકલ કોલેજ, આર્યુવીર હોમિયોપેથીક કોલેજ, સિવિલ હોસ્પિટલ હોમિયોપેથીક કોલેજ અને હોમિયોપેથીક એસો. ઓફ ઇન્ડિયા રાજકોટના ઉપક્રમે ‘વોક ફોર હેલ્થ – વોક ફોર હોમિયોપેથી’ વિષય પર રેસકોર્ષ રીંગરોડ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમિયોપેથીક ડોકટરો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ તકે રાજકોટ ડસીપી કરણરાજ વાઘેલા, એચ.એન.શુક્લ કોલેજના ડો.અભિજીત ચાતુરજી, એચ.એન.શુક્લ કોલેજના પ્રિન્સીપાલ ડો.કાપીત શર્મા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત આજરોજ સાંજે ૬ કલાકે જીલ્લા પંચાયત ચોક, સાંજે ૭ વાગ્યે બીગબઝાર અને સાંજે ૭.૩૦ કલાકે ક્રિસ્ટલ મોલ ખાતે ફ્લેશમોબનું આયોજન કરવામાં આવ્યું છે. હોમિયોપેથીકના ફાયદા સમાજ સુધી પહોંચાડવા અને જાગૃતિ લાવવાના ઘ્યેય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ તકે ડીસીપી કરણરાજ વાઘેલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૧૦મી એપ્રિલ એટલે કે વિશ્ર્વ હોમિયોપેથી ડે ને નિમિતે શહેરના મુખ્ય માર્ગ રેસકોર્સ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સામાનય રીતે આપણે કોઇ ધાર્મિક કે પોલીટીક પાર્ટીની વિરૂઘ્ધમાં રેલી જોવા મળતી હોય છે. પણ આજે રાજકોટમાં હેલ્થ કોન્સીયસ લોકોની વચ્ચેથી હોમિયોપેથીક મેડિકલ કોલેજના સ્ટુડન્ત દ્વારા અને તમામ પ્રોફેસરો દ્વારા હેલ્થ માટેની રેલીનું આયોજન કરાયું હતું. લોકોની સ્વાસ્થ સુખાકારી માટે લોકોમાં અવનેશ છે જે ખુબ જ સરસ બાબત છે. હોમિયોપેથીક ફિલ્ડને સરકારે પણ આયુષ મંત્રાલય બનાવીને પ્રમોટ કર્યા છે. ઓલોપેથીક અને અન્ય ટ્રીટમેન્ટ વચ્ચેની હોમિયોપેથીક એ કડી છે. આ ડિપાર્ટમેન્ટ રિસર્ચ દ્વારા આગળ પ્રગતિ કરે તેવી ખુબ-ખુબ શુભકામના અને હોમિયોપેથીક ડે ના દિવસે રાજકોટ અને ગુજરાતના હોમિયોપેથીક ડોકટરોને શુભેચ્છા.
એચ.એન.શુક્લ હોમિયોપેથીના આસિસ્ટન્ટ ડોકટર ડો.અભિજીત ચાતુરજીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હોમિયોપેથીક એ ખુજબ સુંદર હોમિયોસાયન્સ છે. જે માત્ર રોગને અસર નથી કરતા પરંતુ બોડી અને મગજને અસર કરે છે. આજે આપણા દેશમાં શુસ્ત સમાજ માટે સ્વસ્થ મનની જરૂરત છે. હોમિયોપેથીક એવી સિસ્ટમ છે જે માત્ર રોગને નથી મટાડતા સાથે સુસ્ત સરસ મન આપે છે. તેનાથી સારો સમાજ બની શકે. તો ભવિષ્યમાં સારો સમાજ બનાવવા, સારો દેશ બનાવવા આપણે હોમિયોપેથીક સાયન્સથી કરી શકીએ છીએ. તે આપણે અપનાવી શકીએ છીએ અને સામાન્ય લોકો માટે મારે કહેવું છે કે તમે લોકો હોમિયોપેથીકના સિસ્ટમમાં આવો. બાળકો અને મોટા વ્યક્તિઓ માટે પણ હોમિયોપેથીકમાં ઇલાજ છે. એચ.એન.શુક્લ હોમિયોપેથીક સારી ટ્રીટમેન્ટ આપે છે તે ખુબ જ ઓછા પૈસામાં સારી ટ્રીટમેન્ટ આપે છે.
ડો.કાપીત શર્મા – ડાયરેકટર અને પ્રીન્સીપાલ એચ.એન.શુક્લ કોલેજએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેડીકલ ક્ષેત્રમાં હોમિયોપેથીકનું વધારે પડતું મહત્વ એટલા માટે છે કે રોગને જડમૂળમાંથી મટાડે છે. ઘણા બધા અત્યારની લાઇફ સ્ટાઇલ પ્રમાણેના રોગની સોર્ટમાં સારવાર છે. ઓટોમેટિક ડિસઓર્ડર, એલર્જીક ડિસઓર્ડર, લાંબા સમયનો દુ:ખાવો, સોર્યાસિસ છે. ઘણા બધા રોગોની સારવાર સામાન્યપણે પ્રોસિબલ નથી હોતી. રાજકોટમાં સિવિલ હોસ્પિટલની અંદર સંપૂર્ણ ફ્રી સારવાર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને તેનો લાભ હજારો લોકો લઇ રહ્યા છે અને જેનું ખુબ સા‚ પરિણામ હોમિયોપેથીકમાં આવેલું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,