હારશે કોરોના, જીતશે રાજકોટ

કોરોનાનો ગભરાટ શરીરમાં પિત-વાયુ વધારે છે, જેના લીધે દર્દી વધુ ગભરામણ અનુભવે છે

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના સંક્રમણને કારણે લોકો ભય પામી રહયાં છે, તેવા સમયમાં રાજકોટના પ્રતિષ્ઠીત હોમીયોપેથી ડોકટર એન. જે. મેઘાણી રાજકોટવાસીઓને પ્રેરક સંદેશ આપતા કહે છે કે, અત્યારે આપણે કોરોનાના ભયથી ફફડી રહયાં છીએ પરંતુ આપણે ૧ ટકો પણ ગભરાવાની જરૂર નથી. જેમ આપણને ભૂતકાળમાં શરદી – તાવ આવતા અને તેની સારવાર બાદ આપણે સ્વસ્થ થઈ જતાં તેવી જ રીતે કોરોના સંક્રમિત થયા બાદ આપણે ઘરમાં જ રહીને, જરૂરી સારવાર કરવાથી કોરોનાથી મૂકત થઈ શકીએ છીએ.

કોરોનાથી તમે જેટલા બીવો છો, ગભરાવ છો, તેના કારણે તમારા શરીરમાં પિત્ત અને વાયુનું પ્રમાણ વધે છે. અને વાયુના કારણે તમને વધુ ગભરામણ થાય છે. એટલે આ સમયમાં કોઈપણ પ્રકારનો ગભરાટ ન આવે તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ.

હાલના સમયમાં આપણને સાંભળવા મળતી બીન જરૂરી વાતો, અફવાઓથી ડરો નહી, પરંતુ જે લોકો પાસે સાચું જ્ઞાન છે, તેમની સાથે તમારા વિચારો શેર કરો. જેથી તમને સાચી માહિતી મળશે અને તમારો ડર દૂર થશે.જો ૮૦ વર્ષના વૃધ્ધજન પણ કોરોના મૂક્ત બની શકતા હોય તો બીજા લોકોને તો ક્યાં મુશ્કેલી પડવાની છે. આપણે ભયમાંથી મૂકત બની અન્યોને ભયમૂકત રહેવાની પ્રેરણા આપવી પડશે.

કોરોનાના આ સમયમાં જે વ્યક્તિને અન્ય રોગ – બિમારી હોય તેવા લોકોને જ થોડી તકલીફ પડતી હોય છે. અને એટલે જ આ બાબતની ચિંતામાંથી મૂક્ત બનીએ. આપણે અત્યાર સુધીમાં અનેક વાયરસ, રોગ – બિમારી સામે લડીને તેને હરાવી છે. તેવી જ રીતે કોરોનાને પણ આપણે ચોક્કસ હરાવીશું જ. આ માટે આપણે જરૂરી જણાય તો તબીબી ચકાસણી કરાવીએ. ઘરમાં જ જરૂરી કસરત કરીએ અને આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારીએ. સૌએ શારીરિક શ્રમ ઉપર વધુ ભાર આપવાની જરૂર છે. આ માટે દરરોજ ૧૦ મિનિટી લઈને અડધી કલાક સુધી ઘરમાં જ રહીને યોગા – કસરત કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારીએ તો બહું ઝડપી હારશે કોરોના, જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.