બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી શરીરના અન્ય સાંધાના દુખાવા ગોઠણ સાંધાના દર્દોની સર્જરી કરાવ્યા વગર ફકત હોમિઓપેથીક અને એકયુપ્રેસર સારવારથી દર્દીઓને સાજા કરવાના ભાગરુપે તાજેતરમાં ખાસ નિદાન સારવાર કેમ્પનો પ્રારંભ એકયુપ્રેસર વાળા મધુબેન જોશીના હસ્તે થયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે કે.ડી. કારીઆ, ભાગવતાચાર્ય પ્રવીણભાઇ ભટ્ટ, મનુભાઇ ટાંક, ધૈર્ય રાજદેવ, ચિરાગભાઇ ધામેચા તેમજ કામનાથ મહાદેવ મંદીરના સંચાલક પ્રીયવદનભાઇ કકકડ, લક્ષ્મીદાસભાઇ ચૌહાણ, ભોલા મહારાજ વગેરે હાજર રહ્યા હતા. આ કેમ્પમાં હોમીઓપેથીકના ૧૬ તથા એકયુપ્રેસરના ર૮ મળી કુલ ૪૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
એકયુપ્રેસર નિદાન સારવાર માટે જાણીતા થેરાપીસ્ટ પ્રવીણભાઇ ગેરીયા, અરજણભાઇ પટેલ, રત્નાબેન મહેશ્ર્વરીની સેવા સારવારનો લોકોને લાભ મળ્યો હતો.
કામનાથ મંદીરે દર મહીનાના પહેલા બુધવારે સવારે ૯ થી ૧૦ દરમ્યાન સારવાર કેમ્પમાં હોમીઓપેથીક નિષ્ણાંત તરીકે ડો. એન.જે.મેધાણી દ્વારા નિદાન કરી દર્દીઓને એક માસની વિગના મૂલ્યે દવા આપવામાં આવી હતી.