ચાની કવોલીટી કોઈ લેબમા નહી પરંતુ  જાતે ચાખીને જ નકકી થતી હોય છે

અબતક, રાજકોટ: સવાર પડે એટલે સૌથી પહેલા ચાની યાદ આવતી હોય છે. ચાની આદત દરેક ગુજરાતીને હોય છે. રાજ્ય કે દેશનો જે પ્રદેશ હોય તે અલગ અલગ પ્રદેશ પ્રમાણે ચાની ચૂસકીનો સ્વાદ અલગ અલગ હોય છે. ઘણા પ્રદેશમાં લાડક ચા પીવાતી હોય છે. તો ઘણા પ્રદેશમાં  ચા ના કલરને મહત્વ આપવામાં આવતું હોય છે. આપણે સૌ દિવસમાં ચા અનેક વખત પિતા હોઈ છી. ચા પીવાથી લોકો એનર્જી લેતા હોય છે પણ શું તમને ખબર છે ચા એ ભારત માટે ગર્વની વાત છે. વિશ્વના આફ્રિક, શ્રીલંકા, કેન્યા જેવા અનેક દેશોમાં ચાની ખેતી થાય છે પરંતુ તે  તમામ ચા કરતા આશામની ચા એ સૌથી શ્રેષ્ઠ હોય છે. ભારતમાં આશામમાં થતી ચા ભારતના બીજા પ્રદેશો નહીં પરંતુ વુશ્વમાં સૌથી શ્રેષ્ઠ હોય છે તેને કારણે જ આસામની ચા ના ભાવ ઉચ્ચ હોય છે.

ભારત સિવાય વિશ્વમાં આફ્રિકામાં પણ ચાનું ઉત્પાદન થાય છે. જેને કારણે આફ્રિકાએ છેલ્લા થડા સમયથી ભારતમાંથી ચાનું આયાત સાવ નહિવત કર્યું છે. પરંતુ વિશ્વમાં ભારતની ચા સૌથી વધુ રસિયા, બ્રિટન જેવા દેશોમાં થાય છે. બીજા દેશોમાં નિકાસ રાબેતા મુજબ થતી હોવાને કારણે ચાની ભારતીય માર્કેટને કોઈ મોટી અસર પહોંચી નથી. આપણે દુકાને ચાના પેકેટની ખરીદી કરવા જઈએ ત્યારે ચા ના પેકેટ પર જેતે કંપનીની બાજુમાં નંબર લખેલા હોય છે. એ નંબર શુ હોય ખબર છે? એ નંબર જેતે કંપનીએ બે જેટલા પ્રકારની ચા મિક્ષ કરીને બનાવેલ પોતાની પ્રોડક્ટ  હોય છે તે ને ઓળખવા કંપની 10 નંબર, 11 નંબર જેવા નંબર આપવામાં આવતા હોય છે. ચા માં દાણો, પત્તી, ભુક્કી જેવા પ્રકારની ચા આવતી હોય છે. જે મશીનમાં પ્રોસેસ કર્યા બાદ આવતી હોય છે

ચાની સિંઝન વર્ષમાં 4 વાર આવતી હોય છે. ચણા5 રોપા પર દર સાત દિવસે નવા પાંદડા આવતા હોય છે. ચા ના પતા વીણી તેને સૂકવવામાં આવે ચ બાદમાં તેને  મશીનમાં નાખી ભુક્કી, મમરી જેવા પ્રકારમાં વિભાજીત કરવામાં આવતી હોય છે. અને તે ચા જેતે પ્રદેશ પ્રમાણે વેચાતી પીવાતી હોય છે.

ચાની ગુણવત્તાની જો વાત કરવામાં આવે તો ચાની ગુણવત્તા કોઈ લેબોરેટરીમાં નક્કી થતી હોતી નથી. ચાની ગુણવાત આજે પણ સ્વાદ લઈને જ નક્કી કરવામાં આવે છે. ચા ના વેપારીઓ ચાની ખરીદી કરતા પહેલા ચા પી ને જ તેમની ગુણવતા નક્કી કરતા હોય છે. મોટી મોટો કંપનીઓમાં ચા ટેસ્ટર તરીકે માણસોને રાખવામાં આવતા હોય છે અને તેમને મોટો એવો પગાર ચા પીને  ટેસ્ટિંગ કરવા માટે ચુકાવવા આવતો હોય છે.

પુષ્કળ પ્રમાણમાં પાકી હોવાથી કવોલીટીવાળી ભાવમાં ચા મળી રહેશે: જીવરાજ 9

mr.viren shah jivraj 9 tea

જીવરાજ 9 ચાના એમડી અને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી એસોસિએશનના પ્રેસિડેન્ટ વીરેન શાહ એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે.. ગયા વર્ષે કોરોના મહામરીને કારણે ચાનું પ્રોડકસન અને નિકાસ ઓછા પ્રમાણમાં થઇ હતી. અને આ વર્ષે આશામમાં વરસાદ પાછો ખેંચાયો હતો. સાથેજ વેધર પણ ચના પાક મારે અનુકૂળ ન હોવાને કારણે આ વર્ષે પણ પાક ઓછા પ્રમાણમાં થયો છે. હાલ ચાની જો વાત કરવામાં આવે તો ચા પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ ક્વોલિટી

ચા જે કઇ શકાય તે આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં છે. આફ્રિકા જેવા દેશમાં ચાની નિકાસ બંધ થવાય ભરતને કાઈ મોટો ફાયદો થશે નહીં. કારણકે બીજા ઘણા દેશોમાં ચાની નિકાસ થઈ રહી છે. ચાની ક્વોલિટીની જો વાત કરવામાં આવે તો ચા એ કુદરતી પાક કહી શકાય છે ચા એ વાતાવરણ આધારિત હોવાથી સિઝનની શરૂઆતમાં સારી ગુણવત્તા વાળો પાક આવે છે. ચાની ગુણવતી કોઈ લેબોરેટરીમાં માપી શકાય નહીં ચાની ગુણવત્તા એ ટંગ ટેસ્ટ એટેલ કે પીવાથીજ જાણી શકાય છે.  જેતે કંપનીની ચા આવે છે તો તેના પેકેટ પર જે નંબર હોય છે. તે અલગ અલગ ક્વોલિટીની ચા મિક્સ કરી જેતે પ્રદેશનો માંગ હોય તે પ્રમાણે બનતી હોય છે. એ નંબર જેતે કંપનીએ પોતાની પ્રોડક્ટ પ્રમાણે નંબર આપેલા હોય છે.

વર્ષમાં  4 વખત ચાનો પાક આવતો હોય છે: ધીરેન ટ્રેડર્સ

arvind bhai

ધીરેન ટ્રેડર્સના અરવિંદભાઈ બરછાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે.. આફ્રિકા કે કેન્યામાં ચા કસપર્ટ ઓછી થશે તો ઇન્ડિયન માર્કેટને કોઈ લાંબી અસર થશે નહીં. છેલ્લા 2 વર્ષથી ભારતમાંથી થતું એક્સપર્ટ ઓછું જ હતું. ભારત આફ્રિકા, કેન્યા કે શ્રીલંકા સિવાયના બીજા ઘણા દેશોમાં ચા એક્સપોર્ટ કરવામાં આવે છે. એમા પણ સૌથી વધુ ચા ખરીદતો દેશ છે તો એ યુકે, રશિયા છે. માટે થોડા દેશોમાં ચાનું એક્સપોર્ટ બંધ થશે તો ચા ના ભાવમાં ઘટાડો થશે તેવું જરૂરી નથી. ચાની ક્વોલિટી અને પ્રોડકશન હવામાન પર આધારિત હોય છે. વર્ષ 2021ની જે સિઝન શરૂ થયું તેમાં પણ આ વર્ષે આશામમાં શરૂઆતના સમયમાં વરસાદ ખેંચાયો હતો. અને પછી જરૂરિયાત કરતા વધારે પડ્યો જેને કારણે ક્વોલિટી પ્રોડકશન બહુ ઓછા પ્રમાણમાં છે.

હાલ ભારતમાં એક ચા 150 રૂપિયાની કિલો મળે છે. જ્યારે બીજી ચા 350માં પણ મળતી નથી. હાલ ક્વોલિટી ચા મળવું મુશ્કેલ થઈ રહ્યું છે. ચાનું ટેસ્ટિંગ સંપૂર્ણ જીભ પર આધારિત છે. કોઇ લેબમાં ચાનું પ્રશિક્ષણ કરીને ચાની ગુણવત્તા નક્કી થઈ શકતી નથી. ચા કંપની જે ચા ના નંબર આપે છે તે કોઈ ક્વોલિટી આધારે નથી હોતા એ ફક્ત તેમની પોતાની બ્રાન્ડ નંબર હોય છે.

શરૂઆતનાં 4 મહિના ચાની કવોલીટી એકદમ ઉત્તમ  હોય છે: જીતુભાઈ ચા વાળા

jitubhai desai

જીતુભાઇ ચા વાળાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે. ભારતમાં ચાની ક્વોલિટી વર્ષમાં 4 વખત ફેર ફાર થાય છે. માર્ચની 15 તારીખથી ચાનું નવું પ્રોડકશન શરૂ થાય છે. જે સૌથી સારી ગુણવતા વાળી આવે છે. જૂન જુલાઈ માસમાં જે ચાનું પ્રોડકશન આવે છે  તે રૈની સિઝનનું પ્રોડકશન હોય છે. પરંતુ ક્વોલિટી માધ્યમ હોય છે. આ વર્ષે  વરસાદ પાછળ ગયો હોવાને કારણે ચાની ક્વોલિટી નબળી મળી રહીં છે. હાલ ચા સ્ટોકમાં પણ છે અને પ્રોડકશન પણ ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે પરંતુ ક્વોલીટી ચા મળવી હાલ મુશ્કેલ છે.

શરૂઆતના 4 મહિના ચા ખૂબ સારી ગુણવત્તા વાળી હોય છે. બાકીના 8 મહિના ચાની ગુણવત્તા નબળી થતી જાય છે. ત્યારે  વેપારીઓ સારી ગુણવત્તા વાળી ચા નો સ્ટોક કરી અન્ય ચા તેમની સાથે બ્લેન્ડ કરીને વેચવામાં આવે છે.

ચા ના ખેતરોમાંથી આવેલા પાનને સુકવી, ગરમી આપી તેમની પ્રોસેસ કરવામાં આવે છે. મશીનમાં પેતી નાખે એટલે જુદા જુદા ગ્રેડની ચા આવતી અલગ પડતી હોય છે. જેમાં પી એફ, ઓ એફ, જીણી ભુક્કી એમ અલગ અલગ ગ્રેડ બહાર આવતા હોય છે.

આશામની ચ, વેસ્ટ બંગાળની એમ અલગ  અલગ પ્રકારની ચા મિક્સ કરીને પીવામાં આવે છે. ચાની ક્વોલિટી ટંગ ટેસ્ટ કર્યા બાદ જ ખબર પડતી હોય છે.

આસામમાં થતી ચા એ વિશ્વની શ્રેષ્ઠ ગુણવતાવાળી ચા હોય છે

manoj unadkat

સી અનંતરાય એન્ડ કંપનીના મનોજ ઉનડકટે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે… વિશ્વાન ઘણા દેશોમાં ચાની ખેતી થાય છે પરંતુ સૌથી બેસ્ટ ચા ભારતમાં થાય છે. એમાં પણ આશામમાં જે ચા થાય છે તે સૌથી બેસ્ટ હોય છે. ઘણા  દેશોમાં નિકાસ બંધ છે પરંતુ બીજા ઘણા દેશોમાં નિકાસ શરૂ જ છે જેને કારણે ભાવ કે નિકાસમાં કોઈ મોટો ફરક પડે તેમ નથી. ચાની ગુણવતા જેતે વિસ્તારમાં ઉગતી હોય તે પ્રમાણે થતી હોય છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જીણા દાણાની ચાની માંગ રહેતી હોય છે. ચા માં કલર, ટેસ્ટ અને બ્લેકનેશ આધારે ક્વોલિટી નક્કી કરી શકાય છે જે ટંગ ટેસ્ટ પ્રમાણે જ નક્કી થઈ શકે છે.  ચા ખૂબ ઝડપથી ઉગતી હોય છે અને જેમ વરસાદ વધારે પડે તેમ ક્રોપ વધારે આવતો હોય છે.

ભારતદેશ ના લોકો 100% દૂધ થી બનેલી ચા ની મજા માણતા હોય છે:  વિજય મૂંડિયા

vijay mundiya

ઠાકરસિંહ ચા માંથી   વિજય મૂંડિયા અબતક સાથેની વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે ટી ટેસ્ટિંગ અને ગ્રેડિંગ વચ્ચે તફાવત છે. ટી ટેસ્ટિંગ 2.5 ગ્રામ સેમ્પલ મા 100ળહ ગરમ પાણી એડ કરી ટેસ્ટિંગ પ્રક્રિયા પર હાથ ધરવા માં આવે છે. આ પ્રક્રિયા મા ટી અને ગરમ પાણી મિક્સિંગ્ કર્યા બાદ કલર કેવો આવે છે તેના પર ભાર દેવામાં આવે છે! ભારત દેશ ની વાત કરીએ તો આપડે લોકો દૂધ થી બનેલી ચા પીતા હોય છે જ્યારે ભારત દેશ બારની વાત કરીએ તો લોકો બ્લેક ટી, ગ્રીન ટી પ્રિફર કરતા હોય છે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.