મૂખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરી માહિતી મેળવી: મદદની ખાતરી આપી
વડાપ્રધાનની પોતાના વતન રાજ્યની સંભવિત કુદરતી આપદા પ્રત્યેની ચિંતા-સંવેદના જઈઘ સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિશ્કેક એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં આવી રહેલા સંભવિત વાયુ વાવાઝોડા અંગે વિગતવાર ચર્ચા કરીને વિગતો મેળવી હતી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાનને રાજ્ય સરકાર દ્વારા આ સંભવિત વાવાઝોડાની આફતને પહોંચી વળવાની તંત્રની સજ્જતા અને હાથ ધરાયેલા આગોતરા આયોજનથી માહિતગાર કર્યા હતાં
વડાપ્રધાને સંભવિત આપત્તિની આ ઘડીમાં ગુજરાત ની પડખે છે તેવી ખાતરી સાથે ગુજરાતના પ્રજાજનો માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ અને સહાયની ખાતરી પણ આપી હતીૈ
વાયુ વાવઝોડાની અસર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પર સૌથી વધુ થવાની હોય વડાપ્રભાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમીત શાહ સતત ચિંતીત છે અને વાયુ વાવઝોડાની પળેપળની વિગતો મેળવી રહ્યા છે રાજય સરકારને તમામ મદદ પુરી પાડવાની તૈયારી દર્શાવી સાોસાો એન.ડ.આ.એફ.અને બી.એસ. એફની ટીમો મોકલવામાં આવી છે.