-
હોમ સાયન્સ એટલે શિસ્તબદ્ધતા: ડો.રેખાબેન જાડેજા
-
હોમ સાયન્સ બહેનો અને ભાઈઓ બન્ને આ અભ્યાસ કરી શકે છે
-
હોમ સાયન્સના વિષયો કે.જી.થી લઈ ધો.12 સુધી અમલમાં લેવા જોઈએ
‘અબતક’નો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોમ સાયન્સના અધ્યક્ષ તેમજ પૂર્વ કુલપતિ ડો.નીલાંબરીબેન દવે તેમજ હોમ સાયન્સ પ્રાદ્યાપક ડો.રેખાબેન જાડેજા દ્વારા હોમ સાયન્સ વિશેની વિશેષ માહિતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂ કર્યો છે. જેમાં હોમ સાયન્સ કારકિર્દીમાં કેટલું ઉપયોગી છે તેની માહિતી આપતો આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
પ્રશ્ન: હોમ સાયન્સ એ પાક શાસ્ત્ર અને ઘરના વિષયોને લગતો વિષય છે તે કેટલું સાચુ છે ?
જવાબ: એ માન્યતા સાચી છે પરંતુ એવું નથી એટલા માટે જ હોમ સાયન્સનું નામ ‘ફેમેલી એન્ડ કોમ્યુન્ટિ સાયન્સ’ રાખવામાં આવે છે. હોમ સાયન્સમાં ઘરને લગતા બધા વિષયોનું જ્ઞાન આપે છે પરંતુ હવે નવા ઘણા વિષયોનો ઉમેરો થયો છે. તેને લીધે કારકિર્દીમાં પણ ઉપયોગી બને છે.
પ્રશ્ન: હોમ સાયન્સના પાંચ ઘટક વિષય પર જણાવો ?
જવાબ: હોમ સાયન્સ એ બધા સાયન્સની ફેકલ્ટી છે. તેમજ ફૂડ એન્ડ ન્યુટ્રોશનમાં આહાર અને પોષણને લગતા વિષય ઉપર ખૂબ ઉંડાણથી સમજવામાં આવે છે. હ્યુમન રિસર્ચ ઈકેલેસીસ, હ્યુમન ડેવલોપમેન સાયન્સ, ટેકસટાઈલ ઓન ગ્લોધીગ ક્ષેત્ર છે. કોમ્યુનિકેશન એન્ડ એક્સટેશન આ બધા વિષય અમારા મુખ્ય છે.
પ્રશ્ન: સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે, હોમ સાયન્સ માત્ર ગર્લ્સ માટે જ છે ?
જવાબ: ના એવું નથી હોમ સાયન્સ ગર્લ્સ અને બોયઝ બન્ને એડમીશન લઈ શકે છે.
પ્રશ્ન: હોમ સાયન્સને લગતી કોલેજનું પ્રમાણ ઓછુ છે તે વાત સાચી છે ?
જવાબ: હોમ સાયન્સ અનેક સંસ્થામાં અનેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ ચાલે છે.
પ્રશ્ન: હોમ સાયન્સ એ અમુક ધોરણથી ફરજિયાત હોવું જોઈએ ?
જવાબ: બાળપણથી બાળકને લાઈફ સ્કિલ ભણાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. નવી શિક્ષણ નીતિમાં કે.જી.થી લઈને હોમ સાયન્સના વિષય ભણાવવા જોઈએ.
પ્રશ્ન: હોમ સાયન્સનો વ્યાપ વધારવા શું કરવું જોઈએ ?
જવાબ: ફૂડ એન્ડ ન્યુટ્રીશ્નમાં હોમ સાયન્સની બહેનોને લાભ મળે છે. તેમજ આંગણવાડીમાં પણ હોમ સાયન્સની બહેનોને ચાન્સ વધારે છે. તેમજ ડાયટિશ્યન તરીકે પણ હોમ સાયન્સ બહેનો લાભ મળે છે. તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ પણ હોમ સાયન્સ બહેનો કરતી હોય છે. હોમ સાયન્સ કરેલી બહેનો ઘરે રહીને પણ ડેકર, પ્લેહાઉસ સેન્ટર શરૂ કરી શકે છે. હોમ સાયન્સ ડેવલોપ સ્કીલ છે.
પ્રશ્ન: હોમ સાયન્સમાં આવતા દિવસોમાં એવા ફેરફાર કરવા જોઈએ.
જવાબ: ફૂડ ટેકનોલોજીનો નવો વિચાર અમલમાં આવ્યો છે. ફૂડ ટેકનોલોજીએ કરીયરને લગતો વિષય છે. તેમાં કઈ રીતે માર્કેટીંગ કરવું કઈ રીતે પેકિંગ, કઈ રીતે ઉત્પાદનમાં વધારો કરવો એ વિષય પર નવું શીખવામાં આવે છે.
પ્રશ્ન: હોમ સાયન્સ એ બી.એ અને બી.એસ.સી એમ બન્ને સાથે કરી શકાય છે પરંતુ બન્ને જુદા ક્યાં પડે છે ?
જવાબ: હોમ સાયન્સની સાથે બી.એ. એટલે તેમની સાથે આર્ટસના વિષયનો અભ્યાસ કરવામાં આવે છે અને બી.એસ.સી. હોમ સાયન્સમાં સાયન્સને લગતા વિષય પર અભ્યાસ કરાવાય છે.
પ્રશ્ન: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમઓયુ ર્ક્યા છે ?
જવાબ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બેકરી કોર્ષ માટેનું એમ.ઓ.યુ. કીડની હોસ્પિ., રોટરી અને લાઈફમાં પણ એમઓયુ કર્યા છે. આવા ઘણી બાબત પર રિસર્ચ ર્ક્યા છે.
પ્રશ્ન: હોમ સાયન્સમાં કેવા વિષય પર રિસર્ચ કરી શકે ?
જવાબ: હેલ્થ, ફેશન, ફૂડ તેમજ હોમ સાયન્સના બધા રિસર્ચ બધા સમાજ ઉપયોગી હોય છે. રસોઈની પદ્ધતિ પર પણ રિસર્ચ થાય છે. આયુર્વેદને લગતા પણ રિસર્ચ થાય છે.