અતિયારના સમયમાં લોકો ની લાઈફ ઘણી બીજી થઈ ચૂકી છે અને આજની સ્ટ્રેસવાળી લાઇફમાં સૌથી વધારે અસર આપણી હેલ્થ અને આપણી સ્કિન ઉપર પડે છે. પરંતુ આજના સમયમાં રહેવા આપણાં લુક્સની સાથે કોઇ સમજૂતી નથી કરી શકતા. તેના લીધે આપણે અલગ અલગ સ્કિન પ્રોબ્લેમ્સ માટે અલગ અલગ ઉપાય કરીએ છીએ – ક્યારેક ડોક્ટર તો ક્યારેક મોંઘા કોસ્મેટિક્સ!
પરંતુ આ બંનેમાંથી સૌથી વધારે ફાયદો આપે છે ઘરેલુ નુસખા. જી હાં, ઘરેલુ નુસખા સસ્તા હોવા ઉપરાંત અસરદાર પણ હોય છે. તેના અનેક ફાયદાઓ થાય છે, જે તમે ઘરે જ ટ્રાય કરી શકો છો ફુદીનાને અને મેળવી શકો સ્કીન પ્રોબ્લેમથી છુટકારો તો ચાલો જાણીએ ફુદીનાના ફાઇદા વિશે.
ગ્લોઇંગ સ્કીન – ફૂદીનોના કેટલાંક પાનને પાણીમાં પીસી લો. હવે તેમાં એક નાની ચમચી મધ મેળવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10થી 15 મિનિટ બાદ હળવા હાથે મસાજ કરતા ધોઇ લો. આવું કરવાથી તમને ફ્રેશ અને ગ્લોઇંગ સ્કિન મળશે.
તૈલી સ્કીનથી છુટકારો – એક કટોરી ફુદીનાના પાનને 2 કપ પાણીમાં ઉકાળી લો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ના રહી જાય. આ પાણીને ઠંડુ કરીને એક બોટલમાં ફ્રીઝમાં સ્ટોર કરી દો. દિવસમાં બે વાર આ પાણીમાં રૂ ડૂબાડીને તેને ચહેરા પર લગાવો. આનાથી તમારાં ચહેરા પર જોવા મળતું તેલ ઘટશે.
ખીલની સમસ્યા – ફુદીનામાં ખાસ્સી માત્રામાં salicylic acid જોવા મળે છે, તેથી તે ખીલ પર અસરદાર છે. ફુદીનાને બારીક પીસી લો, હવે તેમાં મુલતારી માટી અને ગુલાબજળ મેળવીને એક પેસ્ટ તૈયાર કરી લો. તેને ચહેરા પર લગાવો અને સૂકાઇ જવા પર ધોઇ લો. મોટાં ખીલ પર તમે મિંટ ઓઇલ લગાવીને રાતોરાત ગાયબ કરી શકો છો.
ચહેરા પરના ડાઘ – ઘણીવાર ખીલ મટી ગયા બાદ પણ તેના ડાઘ ચહેરા પર રહી જાય છે. ફુદીનાના પાનને પીસી લો અને તેમાં ટમાટરનો રસ મેળવો (ધ્યાન રાખો કે મિશ્રણ વધારે પાતળું ના થઇ જાય). આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10થી 15 મિનિટ બાદ ધોઇ લો. તમે ટમાટરને બદલે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
બ્લેકહેડ્સ – ફુદીનાના પત્તાને બારીક પીસી લો અને તેમાં ઓટ્સ મેળવીને સ્ક્રબની માફક ઉપયોગ કરો. આ સિવાય છાલવાળી મગની દાળને સૂકવીને પીસી લો અને તેમાં ફુદીનાની પેસ્ટ અને દહીં મેળવો. આ પેકને ચહેરા પર લગાવો, 10 મિનિટ બાદ હળવા હાથે તેને ધોઇ લો.
ફાટેલી એડીઓ – 2 કપ ફુદીનાના પાનને 1 લીટર પાણીમાં ડૂબાડીને ઉકાળો. આ પાણી સ્હેજ ઠંડુ થઇ જાય ત્યારે તેમાં થોડીવાર માટે પગ ડૂબાડીને રાખો. આનાથી પગની શુષ્કતા ઘટશે ઉપરાંત પગની દુર્ગંધથી પણ છૂટકારો મળશે. આ સિવાય ફુદીનાના પાનને પીસીને, ઓલિવ ઓઇલની સાથે મેળવીને પેસ્ટ તૈયાર કરો અને તેને એડીઓ પર લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો.
ચહેરા પરની કરચલીઓ – ફુદીના, વધતી ઉંમરની નિશાનીઓ માટે પણ કમાલ છે. ફુદીનાને પીસી લો તેમાં થોડી મુલતાની માટી અને ઇંડાની સફેદીને મેળવીને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો, સૂકવવા દો પછી ઠંડા પાણીથી ધોઇ લો.
સનબર્ન સ્કીન – ફુદીનાના પાન અને કાચી હળદરને એકસાથે પીસી લો. આ પેસ્ટને સનબર્નવાળી જગ્યાએ લગાવીને 15 મિનિટ માટે છોડી દો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો. ફુદીના સ્કિનને બળતરાંથી રાહત આપશે અને હળદર રંગ નિખારે છે.