મોબાઇલ, કમ્પ્યુટરનો સતત ઉપયોગ આંખો ઉપર ખરાબ અસર કરે છે. ગેજેટ્સમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારી આંખો માટે જોખમી સાબિત થઈ શકે છે. જેના કારણે આંખોમાં દુખાવો, બળતરા, આંખોમાંથી પાણી નીકળવું, શુષ્કતા, આંખોમાં ખંજવાળ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, સમયે સમયે આંખોની દ્રષ્ટિ પણ ધીરે ધીરે ઓછી થવા લાગે છે.
ઘણીવાર હાયપરટેન્શન, સુગર, થાઇરોઇડ, પ્રદૂષણ, એલર્જીના કારણે આંખોની દ્રષ્ટિ પણ ઓછી થાય છે. આવી સ્થિતિમાં આંખોનું તેજ વધારવા માટે તમે આ ઘરેલું ઉપાય અને આયુર્વેદિક ઉપાય અપનાવી શકો છો.
આંખોનું તેજ વધારવા માટે ઘરેલું અને આયુર્વેદિક ઉપાય
- દરરોજ 1 ચમચી ત્રિફળા ધૃત લો.
- આમળાનો રસ 200 ગ્રામ, શતાવરી 10 ગ્રામ, મોતીપુષ્ટિ 2 થી 4 ગ્રામ અને મુક્તિસુક્તિ 10 ગ્રામ ભેળવો. આ પછી, દરરોજ સાંજે 1-1 ચમચી લો.
- આમળાને કોઈપણ સ્વરૂપમાં ખાવું જોઈએ. તેમાં જોવા મળતું વિટામિન સી આંખો માટે ખૂબ ફાયદાકારક છે.
- એલોવેરાનો રસ પીવો
- ગાજર ખાઓ
- લીલા શાકભાજી ખાઓ
ઘેરબેઠા આંખના ટીપા આવી રીતે બનાવો
માર્કેટમાં અનેક પ્રકારનાં આંખના ટીપાં ઉપલબ્ધ છે. પરંતુ જો તમે ઇચ્છો તો તમે 5 મિનિટમાં ઘરેબેઠા આંખના ટીપા બનાવી શકો છો. આ માટે એક ચમચી લીંબુનો રસ, એક ચમચી સફેદ ડુંગળીનો રસ, 1 ચમચી આદુનો રસ, અને 3 ચમચી મધ નાખીને બરાબર મિક્ષ કરી લો. તે પછી તેને આંખના ડ્રોપ માટેના સાધનમાં ભરો. દરરોજ સવારે 2-2 ટીપાં નાખો. તમે આ ટીપાને 2-3 મહિના સુધી સ્ટોર કરી શકો છો.
ગુલાબજળ અને ત્રિફળા
ત્રિફળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમે તેનો ઉપયોગ કરીને તમારી આંખોનું તેજ વધારી શકો છો. સુતા પહેલા રાત્રે ગ્લાસ અથવા બાઉલમાં ત્રિફલા અને ગુલાબ જળ પલાળી નાખો. બીજા દિવસે તેને ચાળી લો. આ પછી તેને કોઈક નાના સાધનમાં ભરો અને તેને આંખો પર લગાવો અને આંખો ખોલબંધ કરો.