બોમ્બે વડાપાઉં, લસ્સી ડે કાફે બર્ગર, ખોડિયાર ફેન્સી ઢોસા, મિલન ખમણ અને નંદનવન ડેરી ફાર્મમાંથી પણ અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો
ભેળસેળીયા વેપારીઓને બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન 6 સ્થળોએથી મળી આવેલો 42 કિલો જેટલા અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 10 વેપારીઓને ફૂડ લાઇસન્સ અને હાઇજેનીંગ ક્ધડીશન સબબ નોટિસ આપવામાં આવી છે.
આજે મવડી વિસ્તારમાં નંદનવન-3 થી 40 ફૂટ રોડ સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 24 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત કિરણ લાઇવ પફમાં 50 નંગ વાસી સેન્ડવીચ, 40 બોટલ લસ્સીનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો હતો. જ્યારે બોમ્બે વડાપાઉંમાં મીઠી ચટણી અને લીલી ચટણીના પાંચ કિલોનો જથ્થો નાશ કરાયો હતો. લસ્સી ડે કાફેમાં ચાર કિલો દાઝ્યુ તેલ અને ત્રણ કિલો બટેટા મસાલાનો નાશ કરાયો છે. જ્યારે ખોડિયાર ફેન્સી ઢોસામાં ત્રણ કિલો વાસી નુડલ્સ અને ત્રણ કિલો વાસી રાંધેલો ખોરાક મળી આવ્યો હતો. જેનો સ્થળ પર નાશ કરી દેવામાં આવ્યો હતો. મિલન ખમણમાં ત્રણ કિલો વાસી ખીરૂ, બે કિલો વાસી ઢોકળા જ્યારે નંદનવન ડેરી ફાર્મમાંથી ચાર કિલો પેપ્સી કોલાના પાઉચ મળી આવ્યા હતા. જેનો નાશ કરાયો હતો. દ્વારકાધીશ કોલ્ડ્રિંક્સ, ઓવન્સ બેકરી, ગોપાલ સ્ટોર્સ, રાધે ટ્રેડીંગને નોટિસ આપવામાં આવી હતી.
જીરૂં, રાય અને ધાણાના નમૂના લેવાયા
બાર માસી મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે ત્યારે આજે ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ મસાલા માર્કેટોમાં ચેકીંગ દરમિયાન જીરૂં, રાય અને ધાણાના નમૂના લેવાયા હતા. નાનામવા સર્કલ પાસે આવેલી શ્રી રામ મસાલા માર્કેટ સ્થિત જલારામ મસાલા ભંડારમાંથી લૂઝ જીરૂં, ઓમ નારાયણ મસાલા ભંડારમાંથી લૂઝ રાય, શ્રીરામ ઉમિયાજી મસાલા માર્કેટ સ્થિત શ્રી રામેશ્ર્વર મસાલા ભંડારમાંથી લૂઝ જીરૂં અને ભગવતી મસાલા ભંડારમાંથી ધાણાના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.