ભારતમાં જ નહીં વિશ્ર્વભરમાં પરિવાર સાથે રહેતા લોકો કે જેમને પોતાના ઘરનું ઘર નથી હોતું એમનું એક માત્રા સપનું ઘરનાં ઘરનું હોય છે. ધરતીનો છેડો ઘરએ ‚ઢીપ્રયોગ અનુસાર વ્યક્તિ ગમે ત્યાં બહારગામ ફરવાજાય, નોકરી ધંધાનાં કામકાજ અંગે બહાર જાય પણ છેલ્લે જ્યાં સુધી ઘેરના પહોંચે ત્યાં સુધી એને આરામ મળતો નથી. પણ આવો આરામ કે શાંતિ ઘરનું ઘર હોય તો બેવડાઇ જતો હોય છે.
ભારતનાં મેટ્રો સીટીમાં ઘરનું ઘર લેવું એ જીંદગીભરની કમાઇ હોમી દેતા પણ અશક્યવત હોય એવા ઉંચા ભાવ હોય છે. ગુજરાન ચલાવવા માટે કરાતી તનતોડ મહેનતનાં અંતે બે છેડા માંડ ભેગા જતા હોય ત્યાં ઘરનું ઘર કેવી રીતે લઇ શકાય તે ભારતીય મધ્યમવર્ગ માટે સળગતી સમસ્યા છે.
ત્યારે ઇટાલીનાં સાર્ડિનિયા ટાપુ ઉપર આવેલા ઓલોલાઇ નામના ગામમાં એક મસમોટુ ઘર માત્ર એક યુરો એટલે ભારતીય ચલણ મુજબ માત્ર ૮૦ ‚પિયામાં મળી શકે એમ છે.
કારણ કે આ ગામ ધીમે-ધીમે ખાલી થઇ રહ્યું છે. ત્યાનાં રહેવાસીઓ આ ટાપુ છોડીને શહેરો તરફ સ્થળાંતરીત થઇ રહ્યાં છે. આથી આ ગામ ધીરે-ધીરે ભુતિયા ઘરોનો ટાપુ બનવા જઇ રહ્યો છે. આ ગામમાં ૨૨૫૦ લોકો વસવાટ કરતા હતા જે હવે ઘટીને ૧૩૦૦થી પણ ઓછા થઇ ગયા છે. ગામને ભૂતિયું થતું બચાવવા (ભારતીય કિંમત માત્ર ‚.૮૦) એક યુરોમાં લોકોએ ૨૦૦ કરતા વધુ ઘરો વેચવા કાઢ્યા છે.
વાતમાં એક ટવિટ્સ હવે આવે છે. ઘર માત્ર ‚ા.૮૦માં જ મળતો પણ ખરિદનારે ખરીદેલા ઘરને રીનોવેટ એટલે કે સમારકામ કરાવવું પડશે. આ માટે ૩૦ હજાર યુરો એટલે કે ૨૩.૮૧ લાખ રુપિયા જેટલો ખર્ચો કરવો પડી શકે છે. બીજી શરત એ છે કે ઘર ખરીદ કર્યા પછી ૩ વર્ષની અંદર તેનું સમારકામ થઇ જવું જોઇએ. અને ખરીદનારે એ ઘરમાં રહેવું પણ ફરજીયાત છે. જો તમે આ ઘર લેવાનું વિચારી રહ્યા હો તો ૨૩ લાખ ૮૧ હજારને ૮૦ ‚િ૫યા ગણી રાખશો. કાયમી વિઝા વગેરેની પ્રક્રિયા અલગથી કરવી પડશે. હો…?