Abtak Media Google News
  • અત્યાર સુધીમાં સીટ દ્વારા કરાયેલી તપાસ અંગે ઝીણવટભરી માહિતી મેળવતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
  • રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી  ગેમઝોનમાં  ગત શનિવારે  લાગેલી આગમાં 30 થી વધુ વ્યકિતઓનાં મોત નિપજયા છે.

ડીએનએ રિપોર્ટ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. અનેક લોકો હજી લાપતા છે. દેશભરમાં  હાહાકાર  મચાવી દેનારી આ ઘટનામાં રાજય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે. ગઈકાલે સાંજે  સીટ દ્વારા  અગ્નીકાંડની ઘટનાનો  પ્રાથમિક  રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે. જેમાં મહાપાલિકા અને પોલીસ તંત્રની  બેદરકારીના કારણે જ  અગ્નીકાંડ સર્જાયાનો ધગધગતો અહેવાલ આપવામાં આવ્યો છે. દરમિયાન આજે સવારે 11 કલાકે ગાંધીનગર ખાતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ સીટના  પાંચેય સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ અને લેવામાં આવેલા નિવેદનોની સમીક્ષા કરી  હતી રાજય સરકાર રાજકોટ અગ્નીકાંડ મામલે હજી  આકરા એકશન લેવાની  તૈયારીઓ કરી રહી છે.

આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી ખાસ તપાસ સમિતિમાં પાંચ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત શનિવારે અગ્નિકાંડની ઘટનાના  ગણતરી કલાકોમાં સીટના સભ્યોએ રાજકોટ આવી અગ્નીકાંડની તપાસ આરંભી દીધી હતી. રાજય સરકાર દ્વારા 72 કલાકમાં તપાસનો પ્રાથમિક  અહેવાલ  અને 10 દિવસમાં  સંપૂર્ણ અહેવાલ આપી દેવા સુચના આપી છે. દરમિયાન ગઈકાલે સાંજે સીટ દ્વારા  અગ્નીકાંડનો પ્રાથમિક અહેવાલ આપી દેવામાં આવ્યો છે. જેમાં સરકારી  તંત્ર જ જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.

પ્રાથમિક અહેવાલ અપાયા બાદ આજે સવારે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સીટના વડા સુભાષ ત્રિવેદી સહિતના સભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ અંગે  વિસ્તૃત માહિતી મેળવી હતી. કેટલાક લોકોનાં નિવેદન લેવામાં આવ્યા છે.અને આ નિવેદનો પરથી શું ફલીત થાય છે. તે અંગે પણ સમીક્ષા કરી હતી. રાજય સરકાર દ્વારા ગેરકાયદે કે  ફાયર સેફટી વિના ધમધમતા  ગેમ ઝોનને સીલ કરવા આદેશ આપ્યા છે.

રાજય સરકાર આકરા  એકશન લેવાના મૂડમાં છે. આજે સીટના  સભ્યો સાથેની બેઠકમાં  ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ તપાસની  સમીક્ષા કરી લીધી છે. સાંજ સુધીમાં મોટા કડાકા  ભડાકા થવાના  સ્પષ્ટ એંધાણ  વર્તાય રહ્યા છે.

ગેમઝોનની ગોઝારી ઘટનામાં પાંચમાં આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજુર કરતી અદાલત

ટીઆરપી ગેમઝોનની ગોઝારી ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની વડપણ હેઠળ તપાસ સમિતિ બનાવવામાં આવી છે. જે તપાસ ટીમ સતત એક્શન મોડમાં છે. તપાસ સમિતિએ ગેમઝોનની ઘટનામાં વધુ એક આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરતા હાલ સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વહેલી સવારે આરોપી ધવલ ઠક્કરની આબુ રોડ પરથી ધરપકડ કરીને રાજકોટ લાવવામાં આવ્યો હતો. જે બાદ ધવલ ઠક્કરને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજુર થયાં છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. કિરીટસિંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોન વાળી જગ્યાના 3 માલિકો પૈકી એક માલિક છે. હવે છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કિરીટસિંહ અને અશોકસિંહ ટીઆરપી ગેમ ઝોનના પ્રોપરાઇટર માલિકો અને સગા ભાઈઓ છે.જેમાંથી કિરીટસિંહની ધરપકડ કરવામાં આવી છે અને અશોકસિંહની શોધખોળ શરૂ છે. હાલ કિરીટસિંહ જાડેજાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આકરી પૂછપરછ કરાઈ રહી છે.

બીજી બાજુ અગ્નિકાંડ બાદ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચોથો આરોપી હવે પોલીસ રિમાન્ડમાં છે. ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરાઇ હતી. બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે આરોપી ધવલ ઠક્કરને 13 દિવસના રિમાન્ડમાં મોકલ્યો છે. હવે, ધવલ ઠક્કર 10 જૂન સાંજના 4 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે અને પોલીસ હકીકતને ભેદવા પૂછપરછ અને તપાસ કરશે. વકીલના જણાવ્યા મુજબ, બધા આરોપીઓનું કહેવું છે કે તેઓ માલિક નથી, માત્ર પગારદાર છે. પરંતુ, એ વાત પણ અનદેખી ન કરી શકાય કે, ગેમ ઝોનના દસ્તાવેજ તેના નામે બોલી રહ્યા છે. જેને લઇ વધુ તપાસ કરાશે. ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરતા પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરી હતી.

ટીઆરપી ગેમ ઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરના નામે મેળવવામાં આવ્યું હતું. 2021માં પ્રથમ વખત ધવલ કોર્પોરેશનના નામે ટિકિટના ભાવ નક્કી કરવા માટે લાયસન્સ મેળવ્યું હતું. જેને 2023માં રીન્યુ કર્યું હતું. ગેમ ઝોન માટે ખેતીલાયક જમીનને બિનખેતી રહેણાંક હેતુમાં ફેરવવામાં આવી હતી. જોકે જમીન માલિકે રહેણાંક માટેની જમીન કોમર્શિયલ હેતુ માટે આપી હતી. ગેમ ઝોનમાં જે ભાગે આગ લાગી હતી. તે ધવલ કોર્પોરેશનના નામે રજિસ્ટર્ડ હતું. જે લાયસન્સ લેવાયું હતું. તેમાં ધવલની સહી હતી.રીન્યુ અરજીમાં પણ તેની સહી જોવા મળી. આ મુદ્દે કોર્ટે ટકોર કરી. કે રહેણાંક હેતુ માટેની જગ્યામાં 3 માળનું ઇન્ફ્રા બનાવી લીધુ તેમ છતાં ઓથોરિટી ના ધ્યાને કઈ ના આવ્યું? ત્યારે, સ્પેશિયલ પીપીએ કહ્યું- કે એના માટે જ તપાસની જરૂર છે. અન્ય કોઈ વિભાગના અધિકારીની બેદરકારી કે સંડોવણી અંગે પણ તપાસ કરાશે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખે પણ કહ્યું- કે મુખ્ય સૂત્રધાર પ્રકાશ છે, તે પકડાઇ જશે. પેપર પર તમામ માલિકો છે. પરંતુ કોર્ટમાં હાજર થનાર તમામ પોતાને પગારદાર બતાવે છે.

ઉલ્લેખનીય છે, ટીઆરપી ઝોનમાં અગ્નિકાંડ બાદ આરોપી ધવલ ઠક્કર ફરાર થઇ ગયો હતો. જે બાદ તે અમદાવાદ ગયો. અને ત્યાંથી બનાસકાંઠા ગયો. જો કે આ દરમિયાન બનાસકાંઠા કઈઇએ ધવલને આબુ રોડ પરથી પકડ્યો હતો. જે બાદ તેની પૂછપરછ કરાતા તેણે કબૂલાત કરી કે ઝછઙ ગેમ ઝોનના માલિકોએ તેના નામે લાયસન્સ લીધું હતું. જો કે ધવલ ઠક્કરે જણાવ્યું કે, તે માત્ર ત્યાં નોકરી કરતો હતો. હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અનેક હકીકતો બહાર આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.