રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે મોરબીના એ ડીવીઝન પોલીસ મથકની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી તેમજ ટ્રાફિક અને કેમેરા ક્વોલીટીના પ્રશ્નો અંગે પોલીસના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની આજે મોરબી એ ડીવીઝન પોલીસ મથક ખાતેની મુલાકાત પ્રસંગે રેંજ આઈજી સંદીપસિંહ, એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, મુનાફખાન પઠાણ અને હર્ષ ઉપાધ્યાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રીએ મોરબી પોલીસ મથકની મુલાકાત લઈને પોલીસ સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રકચર વિષે માહિતી મેળવી હતી તો મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં કાર્યરત સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી ત્યારે અગાઉ નાખેલા જુના સીસીટીવી કેમેરાની વિઝીબીલીટી યોગ્ય ના હોવાથી તે અંગે સુચના આપી હતી સાથે જ સ્ટાફ વધારવા પણ સૂચનાઓ આપી હતી તો મોરબીની ટ્રાફિક સમસ્યા પણ ધ્યાને આવી હોય જેથી ટ્રાફિક સમસ્યા નિવારણ અંગે પણ પોલીસના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી તો રાજકીય આગેવાનો સાથે પણ મુલાકાત કરી હતી
રેમડેસીવીર ઇન્જેક્શનમાં પોલીસ તપાસની પ્રશંસા કરતા ગૃહમંત્રી
કોરોના મહામારીના સમયમાં ડુપ્લીકેટ ઇન્જેક્શન પ્રકરણમાં મોરબી પોલીસે રાજ્ય અને આંતરરાજ્ય વ્યાપી કોભાંડ ઝડપી લીધું હતું રેમડેસીવીર ઇન્જેક્શન કાંડમાં મોરબી જીલ્લાની પોલીસ દ્વારા રાજ્યના વિવિધ શહેરો અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આરોપીને ઝડપી લઈને ઉત્તમ કામગીરી કરી હોય જે કામગીરીને બિરદાવી હતી
મોરબી પધારેલા ગૃહ મંત્રીએ મોરબી જીલ્લાના ઓદ્યોગિક વિકાસની પ્રસંશા કરી હતી સાથે જ ગુજરાતમાં જે ઓદ્યોગિક વિકાસ ઝડપથી થયો છે તે ગુજરાતની લો એન્ડ ઓર્ડરની સ્થિતિને આભારી હોવાનું જણાવ્યું હતું