દેશની અદાલતોમાં પેન્ડિંગ પડેલા કેસોનો અંત લાવવા સરકાર હરકતમાં
વિલંબથી મળતો ન્યાય કયારેક અન્યાય બની રહે તે વાસ્તીવિકતાને ઘ્યાને રાખી દેશની અદાલતોમાં પેન્ડીંગ કેસોના ખડકલા ઓછા થાય છે માટે શરુ થયેલી વિચાર ક્રાંતિમાં વરિષ્ટ ન્યાયવિદોએ એવો મત વ્યકત કર્યો છે જો સગીર અભિયુકતો સાથે જોડાયેલા કેસની પ્રક્રિયા ગતિશીલ બનાવવામાં આવે તો ન્યાયતંત્રનું ભારણ પણ ઓછું થઇ જાય.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દેશની રાજય સરકારોને સગીરો સામેના જાતીય સતામણીના કેસોના નિવારણમાં ઝડપ લાવવા વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે વેસ્ટર્ન કાઉન્સીલના નિર્દેશ આપ્યો હતો. કે દેશમાં બાર વર્ષથી ઓછી વયના સગીરો સામે જાતીય સતામણીના દાખલ થયેલા કેસો બે મહીનામાં જ પુરા થઇ જાય તેવી વ્યવસ્થાના અમલના આદેશો આપ્યા હતા.
આ માટે મુખ્ય સચિવોએ વ્યકિતગત ચીવટ રાખી આ બાબતનો ઉકેલ ઝડપથી આવે તે વ્યવસ્થા કરવી જોશે શાહે જણાવ્યું હતું કે દેશનો પશ્ર્ચિમ વિભાગ ભારતના અર્થતંત્રમાં ૨૪ ટકા જીડીપીમાં અને નિકાસમા ૪૫ ટકા નો યોગદાન આપે છે. ગોવા ખાતે વેસ્ટન ઝોનલ કાઉન્સીલની ર૪મી સભામાં બોલતા શાહે જણાવ્યું હતું કે ગુજરાત મહારાષ્ટ્ર કેન્દ્રી શાસીત પ્રદેશ દમણ દીવ દાદર નગર હવેલીનો આ પ્રદેશ દેશના અર્થતંત્ર માટે અગત્યના છે શાહે પેન્ડીગ કેસોના ઉકેલ માટે સગીર અપરાધીઓ સામે નોંધાયેલા જાતીય સતામણીના કેસોનો નિકાલ બે મહીનામાં થઇ જાય તે માટે ફાસ્ટટ્રેક ટ્રાયલમાં સગીર અપરાધીઓ સામેના કેસો ચલાવવાની હિમાયત કરી હતી.