મુખ્ય સુત્રધારોને 72 કલાકમાં પદ ભ્રષ્ટ નહીં કરાઈ તો આદોલનની આપણી ચીમકી
અબતક,રાજકોટ
રવિવારે લેવાયેલી હેડક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે આટલા દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ કબૂલાત કરી છે. આ મામલે અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. પેપર લીક કોમ્ભાંડમાં કસુરવારો સામે આકરામાં આકરા પગલાં લેવાનો બીજી તરફ, આપના યુવરાજસિંહે સરકારને 72 કલાકનનો સમય આપ્યો છે.જો મુખ્ય સૂત્રધારને પદ પરથી હટાવામાં નહિ આવે તો આપ રસ્તા પર ઉતરી આદોલન કરશે.
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પેપર લીક કરનારા સૂત્રધારોને રાજકીય નેતાઓનું પીઠબળ છે. અમે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો તેમને દૂર નહીં કરાય તો અમે આંદોલન કરીશું. આ કેસમાં સરકારે દાખલ કરેલી તમામ કલમો હળવી છે. આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવી જોઈએ.
પોલીસ ફરિયાદ પ્રમાણે પ્રાંતજ તાલુકાના ઉંછા ગામના જયેશ પટેલે કોઈની મદદથી પેપરની નકલ મેળવી લીધી હતી. તેણે ઉંછા ગામના જસવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપરની નકલ આપી હતી. દેવલ પટેલ પ્રાંતિજના પોગલું ગામે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈને ગયો હતો. આ પાંચ પરીક્ષાર્થીઓમાં એક ધૃવ બારોટ પણ હતો. આ પાંચેય પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરવા માટે બેસાડવામાં આવ્યાં હતાં. તેમના મોબાઈલ પણ સ્વીચઓફ કરાવી દેવાયા હતાં. બાદમાં તેમને અલગ અલગ વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચડાયા હતાં.ગૃહમંત્રીના આદેશથી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છ લોકોની ધરપકડ, ચાર લોકોની શોધખોળ શરૂ
દસ માંથી છ લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ (ન્યૂ રાણીપ), ચિંતન પટેલ(પ્રાંતિજ) કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર) ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરાઈ છે. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ. 24થી વધારે પોલીસની ટીમો કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફીથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો. આ કાંડમાં મુખ્ય આરોપી તરીકે 10 વ્યક્તિ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પેપર લીકનો મામલો સામે આવ્યો હતો.