ઋષિ મેહતા, મોરબીઃ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જીલ્લાની મુલાકાત લીધી હતી. પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે રિવ્યુ મીટીંગ યોજી કાયદા વ્યવસ્થાની માહિતી મેળવી હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકની મુલાકત લીધા બાદ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.
મોરબી જીલ્લાના માળીયા મિયાણા તાલુકાના બહાદૂરગઢ ગામના વતની અને હાલના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જીલ્લાની આકસ્મિક મુલાકાત કરી હતી. મોરબી જીલ્લો બન્યા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા થોડા સમય પહેલા મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ મુલાકાત લધી હતી ત્યારે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા મોરબી જીલ્લાની આકસ્મિક મુલાકાત લીધી હતી.
ગૃહમંત્રી પ્રદીપસિંહે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લઇ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે રિવ્યુ મીટીંગ યોજી મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની માહિતી મેળવી હતી. આ સાથે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સીસીટીવી કન્ટ્રોલ રૂમ તથા એસપી ઓફિસની પણ મુલાકાત લીધી હતી. આ તકે રેન્જ આઈજી સંદિપ સિંઘ, મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.