વડા પ્રધાનના રોડ શોના રૂટ પર જાત નિરિક્ષણ, આજી ડેમ, રેસકોર્સ દિવ્યાંગોના કાર્યક્રમ સ્થળ મુલાકાત અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નર્મદા નીરને વધાવવાના અને રોડ શોના કાર્યક્રમ અંતર્ગત વ્યવસ્થાના ભાગ‚પે રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પોલીસ વડા ગીથા જોહરી અને આઇબીના શિવાનંદ ઝા સાથે રાજકોટ આવી રહ્યા છે.
બપોરે બાર વાગે ગાંધીનગરથી ગૃહ મંત્રી રાજકોટ આવ્યા બાદ ચાર વાગે સંગઠનની બેઠક યોજવામાં આવશે, સવા ચાર વાગે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે, પોણા પાંચ વાગે વડા પ્રધાનનું આગમન થશે ત્યાં એરપોર્ટ પરની વ્યવસ્થાનું નિરિક્ષણ કરનાર છે. દિવ્યાંગના કાર્યક્રમનો રિવ્યું જાણશે, સાંજના સાડા પાંચ વાગે આજી ડેમ ખાતે પીએમ નરેન્દ્ર મોદીના સભા સ્થળની પોલીસ અધિકારીઓને સાથે રાખી નિરિક્ષણ કરનાર છે. સાંજના સવા છ વાગે નરેન્દ્રભાઇ મોદીના રોડ શોના ‚ટ પર જાત તપાસ કરી સુરક્ષા વ્યવસ્થાનો રિવ્યું મેળશે અને રાતે નવ વાગે દીપ પ્રાગટયના કાર્યક્રમમાં હાજરી આપનાર છે. ગૃહ મંત્રીની સાથે રાજયના પોલીસ વડા ગીથા જોહરી અને આઇબીના વડા શિવાનંદ ઝા ઉપસ્થિત રહેશે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગમન પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદે કોઇ કચાશ ન રહે તે માટે પોલીસ અધિકારીને સમજ આપવામાં આવનાર છે.