- આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો : હર્ષ સંઘવીની અપીલ
ગૃહ રાજ્યમંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. તેમાં આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો. હર્ષ સંઘવીની ફેસબુક, ઇન્ટ્રાગ્રામના માધ્યમથી અપીલ છે. સુરત પોલીસ કમિશનરના નામે પણ ફેક ફેસબુક આઈડી છે. તેમજ સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે ફેક ફેસબુક આઈડી બન્યા છે. ફેક આઈડી બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે.
સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઇ.ડી બનાવામાં આવ્યું છે. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે. તેમાં આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો તેમ જણાવ્યું છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઇડી બનાવામાં આવ્યું છે.સાયબર ઠગબાજો દ્વારા સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે સોશિયલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉધોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. આ પ્યોર-પ્લે પેરોડી એકાઉન્ટ્સથી માંડીને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે બનાવેલા એકાઉન્ટ્સ સુધીની શ્રેણી હોય શકે છે. આવા કેટલાક એકાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ : કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અનં તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને સેલિબ્રિટી/રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબીનો પણ ઉમેરો કરવામાં આવે છે.