શિક્ષકદિનનો વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કેન્દ્રીય મંત્રીનો કાર્યક્રમ યથાવત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સપ્ટેમ્બરે શિક્ષકદિનની ગુજરાત મુલાકાતે આવવાના હતા પરંતુ વડાપ્રધાનના દિલ્હીના અન્ય કાર્યક્રમો ને લઈને ગુજરાત પ્રવાસ છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવ્યો છે, અલબત્ત કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તારીખ 28 29 અને 30ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે ગૃહમંત્રીના કાર્યક્રમમાંગુજરાત રોકાણ દરમિયાન પોતાના સંસદીય વિસ્તાર ના વિકાસ કાર્યની સમીક્ષા કરશે સાથે અમદાવાદ-ગાંધીનગર ના વિકાસ કાર્યોની સમીક્ષા ઉપરાંત તેઓ અમદાવાદ કલેકટર સાથે બેઠક યોજશે અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને ભાજપ કાર્યકરો અને સરકારમાં ભારે ઉત્સાહનો માહોલ છે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમિત શાહના આગમનને લઈને તૈયારીઓને અંતિમ ઓપ કપાઈ રહ્યું છે કે અગાઉ રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમદાવાદ આવ્યા હતા તેમણે રક્ષાબંધન પર્વની પરિવાર સાથે સાથે ઉજવણી કરી હતી અમિત શાહ રક્ષાબંધનના તહેવારમાં પરિવારના સભ્યોને મળવા અમદાવાદ આવે છે કે કેન્દ્રીય ગૃહમંત્રી ત્રણ દિવસના પ્રવાસને લઇને ભારે તૈયારીઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.