અમદાવાદમાં પીડીપીયુના કાર્યક્રમમાં હાજરી
જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતી મુલાકાત લે તેવી શકયતા છે. આગામી ૨૮-૨૯ ઓગષ્ટે અમિત શાહ અમદાવાદના મહેમાન બનશે. બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. મળતી માહીતી પ્રમાણે થોડાક દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતી મુલાકાતે આવવાના હતા પણ દક્ષિણ ભારતના ભારે વરસાદ થતા તેઓની આ મુલાકાત રદ થઇ હતી. ફરી એકવાર અમિત શાહના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આપવામાં આવી રહ્યો છે. આગામી ર૮-૨૯ મી એ અમદાવાદમાં પીડીપીયુના એક કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે આ ઉ૫રાંત તેઓ સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે એક બેઠક યોજી ગુજરાત ભાજપ પ્રદેશના સંગઠનને નવો ઓપ આપવા અંગે માર્ગદર્શન પણ આપી શકે છે. સાથે સાથે આ બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણને લઇને ચર્ચા થઇ શકે છે.
મહત્વનું છે કે આગામી સપ્ટેમ્બર માસમાં અમિત શાહ દાદરાનગર હવેલીની મુલાકાત લેશે જે અંગે કાર્યક્રમ ઘડાઇ રહ્યો છે. કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવ્યા બાદ ખાસ કરીને ગુજરાતના ઉત્સાહનો માહોલ છે ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં અમિત શાહને આવકારવા અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાટનગર સેલવાસમાં આ કાર્યક્રમ માટે એક બેઠક પણ યોજાઇ હતી. આમ કેન્દ્રીય ગૃહ પ્રધાનનો હવાલો સંભાળ્યા બાદ અમિત શાહની આ ગુજરાતની બીજી મુલકાત હશે.
સેલવાસમાં અમીત શાહની મુલાકાતને લઈ તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ
ગૃહ પ્રધાન અમીત શાહ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સપ્ટેમ્બરના પહેલા વીકમાં મુલાકાત લઈ રહ્યાં છે ત્યારે તેની તૈયારીઓને લઈને એક સમીક્ષા હેતુ મીટીંગ યોજાઈ. જેમાં પ્રશાસક પ્રફૂલ પટેલની અધ્યક્ષતામાં સેલવાસના ટાઉન હોલમાં એક મીટીંગનું આયોજન કરાયું. આ મીટીંગમાં સંઘ પ્રશાસનના બધા મોટા અધિકારીઓ ઉપસ્તિ રહ્યાં જેમાં જન પ્રતિનિધિઓ વિભિન્ન સંગઠનોના પદાધિકારીઓને આમંત્રીત કરાયા હતા. ગૃહ પ્રધાન અમીત શાહ સપ્ટેમ્બર ૨૦૧૯માં પ્રમ સપ્તાહમાં સંઘ પ્રદેશ દાદરા તેમજ નગર હવેલીની મુલાકાત લેશે. ગૃહ મંત્રીની આ મુલાકાત પૂર્વે દરેક પ્રકારની તૈયારીઓની સમીક્ષા માટે અક્ષયપાત્ર કિચન તેમજ એસ. એસ. આર. કોલેજના અધિકારી ઓની સો સુરક્ષા વ્યવસને લઈ સમીક્ષા કરાઈ.