આગામી સમયમાં અમદાવાદમાં ૫૦૦ ઈલેકટ્રીક બસો દોડાવવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત: રાણીપ ખાતે દેશના પ્રમ સંપૂર્ણ ઓટોમેટીક બેટરી સ્વેપિંગ સ્ટેશનનું લોકાર્પણ
પર્યાવરણને બચાવવા પ્લાસ્ટિકની થેલીને બદલે ખાદી, કંતાન કે કાપડની થેલીનો ઉપયોગ કરવા અમિત શાહની જાહેર અપીલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં ૮ ઈલેકટ્રીક બસને લીલીઝંડી આપવામાં આવી હતી. આ વેળાએ ઉપસ્તિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ શહેરમાં ૫૦૦ ઈલેકટ્રીક બસો દોડાવવાની જાહેરાત પણ કરી હતી. આ સો રાણીપ ખાતે દેશના પ્રમ સંપૂર્ણ ઓટોમેટીક બેટરી સ્વેપિંગ સ્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી બન્નેએ આ તકે ગુજરાતને ગ્રીન બનાવવા ઉપર ભાર આપતુ સંબોધન પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાશે છે ત્યારે તેઓના હસ્તે આજે અમદાવાદમાં ૮ ઈલેકટ્રીક બસને લીલીઝંડી આપવામાં આવી હતી. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અનેક મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી. આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, દરેક નાગરિકોએ વૃક્ષારોપણમાં સા આપ્યો છે. દરેક સોસાયટીઓએ ઓછામાં ઓછા પાંચ વૃક્ષો વાવીને પર્યાવરણની સુરક્ષા જાળવી રાખવા જહેમત ઉઠાવી છે. અમદાવાદ શહેરમાંં ૧૦.૮૭ લાખ તેમજ અમદાવાદ જિલ્લામાં કુલ ૨૪ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વૃક્ષો જ માનવ જીવનને બચાવી શકે તેમ છે. સરદાર સરોવર ડેમની કામગીરી પણ નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થઈ હતી. જેના કી આજે જન જન સુધી નર્મદાનું પાણી મળી રહ્યું છે.
વધુમાં તેઓએ પર્યાવરણ અંગે જણાવ્યું કે, પર્યાવરણને નુકશાન તું અટકાવવા પ્લાસ્ટીકનો ઉપયોગ હંમેશા ટાળવો જોઈએ. જ્યારે ગાયને પેટમાંથી ૧૦ કિલો પ્લાસ્ટીક નિકળે છે જે ખૂબ દુ:ખદ ઘટના છે. બહેનોએ કપડાની થેલી લઈને જ શાકભાજી લેવા જવું જોઈએ ભલે ોડુક જુનવાણી લાગે પણ બહેનોએ ખાદી, કંતાન અને કપડાનીજ થેલી વાપરવી જોઈએ. પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ ટોળવો જોઈએ. હું અમદાવાદના તમામ લોકોને પ્લાસ્ટીકની બદલે કપડા, ખાદી કે કંતાનની થેલી વાપરવાની અપીલ કરૂ છું. જો ૧૩૦ કરોડ લોકો પ્લાસ્ટીક મુકત રહેવાના સંકલ્પ લે તો આપણો દેશ ઘણો આગણ વધી શકે તેમ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ વેળાએ આગામી સમયમાં અમદાવાદ મહાનગરમાં ૫૦૦ ઈલેકટ્રીક બસો નાગરિકોની સેવામાં મુકવાની જાહેરાત કરી હતી. સાો સા વાહનોના વ્યાપક ઉપયોગ વચ્ચે ગુજરાતને ગ્રીન, કલીન અને પર્યાવરણ પ્રિય તેમજ પ્રદૂષણ મુકત રાજ્ય બનાવવાનો પૂનરોર્ચાર કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ઈલેકટ્રીક બસોને મેઈક ઈન ઈન્ડિયા એટલે કે, સંપૂર્ણ ભારતીય બનાવટની બસો તરીકે પરિવહનમાં મુકવાનું ગૌરવ ગુજરાત રાજ્યએ મેળવ્યું છે.
મુખ્યમંત્રીએ વૃક્ષારોપણની સો જળ સંચય માટે જનભાગીદારી અભિયાન સુજલામ, સુફલામ ઉપાડયું છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે, નદી નાણા અને તળાવોની સફાઈ તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટેનું આ અભિયાન દેશનું માર્ગદર્શક અભિયાન બન્યું છે. અંતમાં વિજયભાઈએ નાગરિક સુખાકારી સુવિધાઓ સર્વશ્રેષ્ઠ બને એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. ઉલ્લેખનથીય છે કે, બસની સૌી મોટી વિશેષતા એ છે કે તેમાં એન્જીન ની જેથી વાયુ પ્રદુષણ તું નથી અને બસ ઓટોમેટીક મોડ પર ચાલે છે. એટલે કે તેમાં ગીયરબોક્ષ પણ આવતું નથી. આ ઉપરાંત બસ અનેક ટેકનોલોજી ધરાવે છે.