- નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે વડનગર સજ્જ
- આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેકટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરાયું
- ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, મ્યુઝિયમમાં 5 હજારથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ: મ્યુઝિયમ સાથે ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધા મળી રહે તે હેતુ સાથે સ્પોટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ ઇનડોર સ્પોટ્સની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને પ્રાચીન શહેર વડનગર નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ થયું છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેકટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રવાસીઓને 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે. આજે મ્યુઝિયમ ઉપરાંત પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂપિયા 298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરાયેલુ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું.આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. મ્યુઝિયમમાં 5 હજારથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઇ છે. વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો, વિવિધ ભાષાને પ્રદર્શિત કરતી નવ થિમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે.રૂપિયા 72 કરોડના ખર્ચે નિર્માણ થયેલા ‘પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્તત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આજે વડનગરમાં સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સને પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધા મળી રહે તે હેતુ સાથે સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં વિવિધ ઇનડોર સ્પોટ્ર્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું છે. તેનો ઉદ્દેશ ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ પ્રદાન કરવાનો અને એથલીટ્સના પ્રદર્શનને બહેતર બનાવવાની સાથે-સાથે તેમના વિકાસમાં મદદ કરવાનો છે. આ પરિસર નવી રમત-ગમત પ્રતિભાઓને બહાર લાવશે. અહીંયા પેરા સ્પોર્ટ્સ કાર્યક્રમ, વર્કશોપ્સ અને જાગૃતિ અભિયાનોનું આયોજન કરીને દિવ્યાંગ એથલીટ્સની ભાગીદારીને પ્રોત્સાહન આપીને એક સમાવેશી રમત-ગમત સંસ્કૃતિને વિકસિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ₹33.50 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેસક્સમાં વિવિધ પ્રકારના ઇનડોર સ્પોર્ટ્સની સુવિધાઓ છે. સાથે જ, આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓમાં 8 લેનવાળા 400 મીટર સિન્ટેટિક એથલેટિક ટ્રેક, એક એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ મેદાન, કબડ્ડી, ખો-ખો અને વોલીબોલ મેદાનનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદીની પ્રેરણાથી થયો વડનગરનો વિકાસ
વડનગરમાં રહેલી પ્રવાસનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમના નેતૃત્વ હેઠળ વડનગરમાં વિવિધ પ્રવાસન આકર્ષણો તેમજ પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બૌદ્ધ સર્કિટનો વિકાસ થઈ રહ્યો છે, જેનો એક હિસ્સો વડનગરમાંથી પસાર થાય છે. ગુજરાતના પુરાતત્વ વિભાગને વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠના અવશેષો મળ્યા હતા. શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ વડનગર સુધી પ્રવાસીઓ સહેલાઇથી પહોંચી શકે તે માટે વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. વડનગરના આશરે 4500 વર્ષ જૂના શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ત્યાં બોટિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે, તેમજ ઓપન એર થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મલ્હાર રાગ ગાઈને સંગીત સમ્રાટ તાનસેનના દેહના દાહને શાતા આપનાર વડનગરની બે બહેનો તાના અને રીરીની સ્મૃતિમાં દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં કરાવી હતી. તાના-રીરી મહોત્સવ આજે વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ પામ્યો છે, જેમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા કલાકારોને ‘તાના-રીરી’ એવોર્ડ પણ આપવામાં આવે છે. આ સાથે જ નરેન્દ્ર મોદીએ વડનગર અને તેની આસપાસના વિસ્તારના લોકોને તબીબી સુવિધાઓ અને સારવાર માટે વડનગરમાં અદ્યતન હોસ્પિટલ પણ શરૂ કરાવી છે. તેમના પ્રયાસો થકી ગુજરાતનું વડનગર શહેર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ: 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. આ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્તત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથે, આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીનો માટે એક ખાસ ભેટ છે. પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે.
પ્રેરણા સંકુલ: આધુનિક ટેક્નિકની સાથે-સાથે નૈતિક મૂલ્યોના પાઠ
કેન્દ્રીય ગૃહમંત્રી ₹72 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘પ્રેરણા સંકુલ’ને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. ‘પ્રેરણા સંકુલ’ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે. 1888માં સ્થાપિત થયેલા આ જ શાળામાં આપણા માનનીય વડાપ્રધાનએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે. પ્રેરણા સંકુલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિકાસ અને પરિવર્તનની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે. આ સ્કૂલ યુવાનોને એ માર્ગ પર આગળ વધવા માટે પ્રેરિત કરશે, જ્યાંથી વડાપ્રધાનની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ હતી. સ્ટડી ટુર હેઠળ દેશના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અહીંયા એક સપ્તાહ સુધી ભણવા માટે આવે છે. અત્યારસુધીમાં દેશના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના 36 ગ્રુપ અહીંયા ભણવા માટે આવી ચૂક્યા છે, જેમાં 720 વિદ્યાર્થીઓ અને 360 શિક્ષકોનો સમાવેશ થાય છે.આ પરિસરમાં ભણાવવામાં આવતા અભ્યાસક્રમને આઇઆઇટી, ગાંધીનગર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં 9 મૂલ્ય-આધારિત વિષયો સામેલ છે.