લદાખમાં 18400 ફુટની ઉંચાઇ પર આઇટીવીપીના જવાનોએ ફરકાવ્યો રાષ્ટ્ર ઘ્વજ: ઘરે ઘરે તિરંગાની શાન
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજથી આગામી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દેશભરમાં લોકો જબ્બર ઉત્સાહ સાથે પોતાના ઘરે તિરંગો લહેરાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ દિલ્હી સ્થિત પોતાના સરકારી નિવાસ સ્થાને ઉત્સાહભેર તિરંગો લહેરાવ્યો હતો. લદાખમાં 18400 ફુટની ઉંચાઇ પર આઇટીવીપીના જવાનોએ રાષ્ટ્ર ઘ્વજ ફટકારી તિરંગાની શાનમાં વધારો કર્યો હતો.
આજથી હર પર તિરંગા અભિયાનનો આરંભ થયો છે. જમીન, આકાશ, પાતાળ અત્ર, તત્ર, સર્વત્ર તિરંગો આન, બાન, શાન સાથે તિરંગો લહેરાયો હતો. ગુજરાતમાં એક કરોડથી પણ મિલકતો પર આજથી ત્રણ દિવસ સુધી તિરંગો લહેરાશે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે પોતાના ઘરે તિરંગો લહેરાવી આ ફોટો સોશ્યિલ મીડીયા પર શેર કર્યા હતો આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પણ પોતે રાષ્ટ્રઘ્વજ લગાવતા હોય તેવો ફોટો સોશિયલ મીડીયા પર અપલોક કર્યા છે. અમદાવાદમાં આજે 421 ફુટ લાંબા અને 6 ફુટ પહોળાઇ ધરાવતા રાષ્ટ્રઘ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી.
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ધ્વજ વંદન યોજાશે આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજય સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ, ભાજપના સંગઠનના હોદેદારો, સ્થાનીક સ્વરાજયની સંસ્થાના હોદેદારો, ભાજપના કાર્યકરોએ હોંશભેર પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો હતો. દેશવાસીઓમાં જબરો રાષ્ટ્રપ્રેમ જોવા મળી રહ્યો છે.
જયાં નજર કરવામાં આવે ત્યાં તમામ સ્થળોએ માત્રને માત્ર તિરંગો જ નજરે પડે છે. 15મી ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલશે ત્યારબાદ રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય રહે તે માટે અનેક સંસ્થાઓએ સ્વયંભૂ બીડુ ઉપાડયું છે. હર ઘર તિરંગા અભિયાનને દેશવાસીઓએ સહર્ષ ઉપાડી લીધો છે. વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રને છાજે તે રીતે ભારતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે.