વિવિધ પ્રકારની ર૦ જેટલી ચોકલેટ બનાવતા શીખીને બાળકોમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ
મુક બધીર બાળકો માટે છ.શા. વિરાણી બહેરા મુંગાની શાળામાં આજરોજ વિવિધ પ્રકારની વીસ કે જેટલી ચોકલેટો બનાવવાનો હુન્નર શીખવવાનો વર્કશોપ યોજાયો હતો. જેમા શાળાના પચાસેક જેટલા વિઘાર્થીઓએ રસપૂર્વક જાતે ચોકલેટ બનાવવાની કળા હસ્તગત કરી હતી.
હોલ મેઇડ ચોકલેટ બનાવવા માટેની કળા શીખવા માટે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્કશોપમાં બિસ્કીટ ચોકલેટ, જેલી, લોલીપોપ સ્ટીક, ડ્રાઇફુટ, માર્બલ, મેરી બીસ્કીટ, ઓરિયો, ક્રેકલ જેવી વેરાગટીની ર૦ પ્રકારની ચોકલેટ બનાવતા તેનું ડેકોરેશન તેમજ પેકીંગ કરતા શીખવવામાં આવ્યું હતું. બજારમાં ખુબ સરળતાથી મળતા ચોકલેટ બનાવવાની કાચી સમગ્રીથી દસ-બાર વર્ષનું બાળક પણ હોમ મેડ ચોકલેટ બનાવી શકે છે તેવી તેની સરળ રેસીપી છે.
જેમાં બે ભાગ મિલ્ક ચોકલેટનાં ચોરલો એક ભાગ ડાર્ક ચોકલેટના ચોસલા લઇ દોઢ મીનીટ માટે માઇક્રોવેવમાં મુકીને ઓગાળી નાખવી ત્યારબાદ બહાર કાઢીને એક રસ થાય ત્યાં સુધી બરાબર મિકસ કરીને પ્લાસ્ટીકના તૈયાર મળતા વિવિધ ડીઝાઇનના મોલ્ડમાં ચમચી વડે નાખેની ૧પ મીનીટ માટે ફ્રીઝમાં મૂકી રાખવાથી ચોકલેટ તેના સખત આકારમાં ઢળી જશે. ત્યારબાદ મોલ્ડમાંથી ચોકલેટ કાઢીને રેપરમાં ખુબ સરળતાથી એક કરીને ગીફટમાં આપવાથી આપવાથી લઇને તેનો વેચાણ અર્થે પણ ઉપયોગ કરી શકાય છે.
ધૈરવભાઇ શાહ અને તેમના પુત્રી દ્રુમી દ્વારા સેવાકીયા ભાવનાથી આ વર્કશોપમાં સેવા આપવામાં આવી હતી. બહેરા મુંગા શાળાના પ્રિન્સીપાલ કશ્યપભાઇ પંચોલી તથા પંકજભાઇ મુછાળા દ્વારા ગોઠવાયેલા આ વર્કશોપમાં શાળાના શિક્ષીકા સ્વાતિબેન રવાણીએ સાઇન લેંગવેઝના માઘ્યમથી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.
આ વર્કશોપના ઉદ્દેશ બાળકોની ક્રીયેટીવીટી વિકસે અને પરિવારમાં મદદરુપ થઇ શકે તેવા ઉમદ્દા આશયથી આ આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રિન્સીપાલ કશ્યપભાઇએ અંતમાં જણાવ્યું હતું.