સામગ્રી:

  • ૪-પેકેટ પારલેજી બિસ્કટ
  • ૩/૪ કપ દળેલી ખાંડ
  • ૧ ૧/૨ કપ દૂધ
  • ૧/૪ વેનિલા એશન્સ
  • ૧/૨ ચમચી બેકીંગ પાઉડર

 

સૌપ્રથમ મિક્ષરમાં ૪ પેકેટ પારલેજી બિસ્કીટને ક્રશ કરી તેનું પાઉડર બનાવી લો. ત્યાર બાદ તેના પર ખાંડ સાથે મિશ્રણ કરી તેના પર બેંકીગ પાઉડર સાથે હલાવો.

ત્યારબાદ દોઢ કપ થોડુ-થોડુ દૂધ ઉમેરી તેને હલાવતા રહો. અને તેમાં ૧/૪ ભાગ વેનિલા એશન્સ ઉમેરો. ત્યારબાદ તેમા ડ્રાયફ્રુડ પણ ઉમેરી શકો છો.

હવે એક બેંકિગ પેનમાં આ મિશ્રણ લઇ કુકરમાં તેને અડધી કલાક સુધી પેક કરી લેવુ.

અડધા કલાક બાદ તેને પાંચ મિનિટ ઠંડુ રાખી બહાર કાઢી તેને એક પ્લેટમાં લઇને સોફ્ટ કેક કટ કરીને સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.