આપના ઘર ના કુંડા, બાલ્કની, બારી, અગાશી, વોલ કમ્પાઉન્ડ, ખેતર વગેરે જગ્યાએ શાકભાજી અને ફળ ઉગાડો કોઈ પણ હાનીકારક કેમિકલ વગર છાણ, ગૌમૂત્ર, કિચન વેસ્ટ, બાયો વેસ્ટ, ઝાડ ના પાન વગેરે વડે. કુદરતી ટેકનીક થી પોતાના ઘરે શાકભાજી જાતે વાવો અને આપને તથા આપના પરિવાર ને હાનીકારક કેમિકલ્સ થી બચાવો.
‘આર્ટ ઓફ લીવીંગ’ નાહોમ ગાર્ડનીંગ ટ્રેઈનીંગ એક્સપર્ટ ફેકલ્ટી મંજુ ગજેરા પાસે થી ટ્રેડીશનલ પોટ ખેતીલાયક માટી, ટેરેસ ગાર્ડન, હોમમેડ પેસ્ટીસાઇડ્સ, ખાત્ર, અમૃત માટી, કોમ્પોસ્ટ, એન્ઝાય્મ, બોન્સાઇ, બોટલ ગાર્ડન, વોલ ગાર્ડન અને અન્ય ઘણું બધું થીયરીટીકલ અને પ્રેક્ટીકલ ટ્રેઈનીંગથી શીખો.
તો ચાલો આ વખતે ટ્રી પ્લાન્ટેશન સાથે કરીએ વેજીટેબલ પ્લાન્ટેશન.. તે પણ આપની અગાશી કે બાલ્કની માં.
શું છે હોમ ગાર્ડનીંગ?
હોમ ગાર્ડનીંગ એશહેર ના પ્રદુષિત વાતાવરણ ની વચ્ચે આરામદાયક કુદરતી માહોલ તરફ લઇ જતો શોખ છે. તાજા શાકભાજી, ફળ અને જડીબુટ્ટીઓ ઘરે ઉગાડવુ એ એક અનોખો આનંદ અને સિદ્ધિ છે અને ઘરનું ફૂડ બજેટ પણ સચવાઈ રહે છે. હોમ ગાર્ડનીંગ નો મુખ્ય હેતું એ છે કે ઘરે ઉગાડેલા શાકભાજી એસુપર માર્કેટ માં મળતા શાકભાજી કરતા સ્વાદ માં ઉત્તમ, ગુણકારી, તાજા, વિટામીન અને મિનરલ્સ થી ભરપુર હોય છે. આ ઉપરાંત તે સસ્તા પણ હોય છે અને પેસ્ટીસાઈડ્સ નોપણ નથી હોતા. ઘર માં કુદરતી વાતાવરણ જળવાઈ રહે છે અને બાળકો પણ આ પ્રવૃત્તિ માં ભાગ લઈને પ્રયાવરણ પ્રત્યે તેમનું જ્ઞાન અને કુશળતા વિકસી શકે છે.