ગુજરાત રાજયના આઈપીએસ અધિકારીઓની બઢતીનો મુદ્દો લાંબા સમયથી ફાઈલોમાં ફરી રહ્યો હતો. આઈપીએસ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સામે રજુઆત કરવામાં આવી હતી કે તેમને બઢતીની ફાઈલ ઉપર મહોર મારવામાં આવે.
રાજયના ઈન્સસપેકટર જનરલ ઓફ પોલીસના પદ ઉપર રહેલા આઈપીએસ અધિકારી 1993ની બેંચના જ્ઞાનેન્દ્રસિંહ મલિક જેઓ હાલમાં સુરત રેન્જમાં છે તેમજ ગુજરાત એન્ટી કરપ્સન બ્યુરોના એડીશનલ ડીરેકટર હસમુખ પટેલ, અમદાવાદ ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર નીરજા ગોટરૂ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર જયેશ ભટ્ટને એડીશનલ ડીરેકટર જનરલ ઓફ પોલીસના પદ ઉપર બઢતી આપવામાં આવી છે. બઢતી મેળનાર પૈકી સુરતના રેન્જ આઈજી જ્ઞાનેન્દ્રસિંહ મલિક હવે બીએસએફમાં પ્રતિનિયુકતી ઉપર જઈ રહ્યા છે.
આ ઉપરાંત ડેપ્યુટી ઈન્સપેકટર જનરલ ઓફ પોલીસમાંથી ઈન્સપેકટર જનરલ ઓફ પોલીસમાં બઢતી મેળવનારમાં કરાઈ પોલીસ એકેડમીના એડીશનલ ડીરેકટર નિપૃણા તોરવણે જુનાગઢ પોલીસ ટ્રેનીંક કોલેજના આચાર્ય એમ એમ અનારવાલા અને સુરત શહેરમાં એડીશનલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા ડી બી વાઘેલાનો સમાવેશ થાય છે આ તમામ આઈપીએસ અધિકારીઓ 2000ના વર્ષની બેંચના છે.