એક અભ્યાસ પ્રમાણે રેસ્ટોરન્ટનું તીખું, તળેલુ અને મસાલેદાર ભોજન વજન વધવાનું કારણ
હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું કોને નથી ગમતું ? જો કે આપણે બધા જ એ વાત સારી રીતે જાણીએ છીએ કે બહારના ખાદ્ય પદાર્થો શરીર માટે હાનિકારક છે તેનાથી વજન વધી શકે છે. અમેરિકી ડાયટેટિક એસોસિએશનની જર્નલમાં એક રિસર્ચ પ્રમાણે બહારનું ભોજન જો તમે વીકમાં એકવાર પણ લો તો વજન વધી જવાની સંભાવના છે. બહારના ભોજનથી બચવા માટે સૌથી સારો અને શ્રેષ્ઠ ઉપાય છે. ઘરના ભોજનનો સ્વાદ માણવો જો તમે તમારુ વજન ઘટાડવા માંગતા હોય તો ઘરનું ભોજન બેસ્ટ વિકલ્પ છે. અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે જે વ્યાયામ સાથે ઘરનું ભોજન લઇને ફેટને બાળી શકાય છે.
હેકોબાયોટિક ન્યુફિશન અને હેલ્થ કોચ શિલ્પા અરોડાના જણાવ્યા પ્રમાણે ઘરના બનાવેલા ભોજનમાં ગુણવતા હોય છે. જેનો મતલબ છે કે ટ્રાસ વસા અને કૃત્રિમ શર્કરા બહાર ના ભોજનમાં હોય છે. જયારે ઘરે બનાવેલા ભોજનમાં સરળ અને હલ્કા હોય છે. ઉદાહરણ રુપે દાળ, ભાત, છાસ, રોટલી ઘરે બનાવ્યા હોય તો તેમાં તેલ, ઘી અને મરી મસાલાનું પ્રમાણ ઓછું હોય છે જે સ્વાસ્થ્યને બગાડતું નથી. અને ઘરના મેમ્બરોના સ્વાદ પ્રમાણે બનાવેલું હોવાથી સ્વાદિષ્ટ, તાજુ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. એક અઘ્યયન મુજબ જે લોકો ઘરે બનાવેલું ભોજન જમે છે તે લોકો રોજની ર૦૦ કેલેરી ઓછી શરીરમાં પેદા કરે છે.
ઘરનું ભોજન વજન ઘટાડવામાં કેવી રીતે મદદરુપ થશે ?
ઘરે બનાવેલું ભોજન જ જમવું એ જ એક જરુરી બાબત નથી પરંતુ આ ભોજન આપણે જાતે જ બનાવવું જેથી સ્વાદ અનુસાર નમક અને ખાંડ જેવી સામગ્રીનો ઉયપોગ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવો તેનો ખ્યાલ આવે.
ઘરે જ જમવાનું બનાવીને ખાવાથી તમારા ભોજન પર નિયંત્રણ મેળવી શકો છો. મોટાભાગે રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં વસ્તુઓ પીરસાય છે. જેને કારણે બધુ જ જમાઇ જાય છે જયારે ઘરનું ભોજન થોડું થોડું લેવાય છે એટલે વજન ઉતરવામાં સહાયતા મળે છે.
રેસ્ટોરન્ટમાં ભાવતુ ભોજન જયારે તમે મંગાવો છો ત્યારે તે તમારા એક માટે સ્પેશ્યલ નથી બનતુ પરંતુ ઘણા બધાલોકો માટે બનાવેલુંહોય છે. જેમાં વધારે પ્રમાણમાં તેલ, મીઠુ અને ખાંડનો ઉપયોગ થયો હોય છે. જે તમારા વજનને વધારી શકે છે. જયારે એ જ ભાવતું ભોજન ઘરે બનાવવામાં આવ્યું હોય તો ટેસ્ટી અને ઓછા તેલ, ઘી, મસાલાવાળુ બને છે આ ભોજન સાથે તમે એક્સ્પેરિમેંટ પણ કરી શકો છો. તેલમાં તળવાની જગ્યાએ તેને માઇક્રોવેવમાં બેક કરી શકો છો કે સ્ટીમીંગ પણ કરી શકો છે. જેમ કે ખાટા ક્રીમની જગ્યાએ દહીં નો ઉપયોગ કરવો આવું કોઇ રેસ્ટોરન્ટ નહી કરે.
રેસ્ટોરન્ટનું મેનું આકર્ષિત હોય છે તમે જયારે મેનું કાર્ડ વાંચો છો ત્યારે સૌથી ભારે આઇટમ (વાંચવામાં) ની પસંદગી કરો છોજેની માત્રા પણ વધારે હોય છે અને ભરપુર કેલેરી વાળુ હોય છે. જયારે ઘરના ભોજનમાં એજ વસ્તુને બાફીને કે પછી ઓવનમાં બનાવી શકાય છે. ઘરે જ જમવાનું બનાવીને આપણે શાકમાં રહેલા પોષક તત્વો, ફળ અને બધા પ્રકારના અનાજ, દાળની સફાઇ કરીને બનાવીને છીએ જે સ્વાસ્થ્યને સારુ રાખે છે.
ભોજન બનાવવાની પ્રક્રિયામાં પણ ઘણી મહેનત થાય છે એટલે ભોજન બનાવતા બનાવતા પણ થોડો વ્યાપામ થઇ જાય છે જેને કારણે વજન ઘટી શકે છે.
ઉલ્લેખનીય છે કે પૌરાણિક સમયમાં પણ ઘરનું બનાવેલું ભોજન જ સ્વાસ્થ્ય વર્ધક ગણાતુ હતું ઘરે બનાવેલું ભોજન પરિવારના દરેક સભ્યો સાથે મળીને જમે છે જેને કારણે પારિવારિક ભાવના વધે છે અને શુઘ્ધ સાત્વિક આહાર લઇ શકાય છે.