પ્રથમ વખત શાસ્ત્રીય નૃત્ય રજૂ કરાયું: અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો
માઁ શકિતની આરાધનામાં આઠમનું વિશેષ અને અનોખું મહાત્મ્ય હોઇ આઠમના દિવસે માતાજીની ખાસ પુજા, આરાધના, હોમ, હવન, યજ્ઞ કે ઉપવાસ, જાપ દ્વારા ચમત્કારીક કૃપા પ્રાપ્ત કરી શકાય છે. દેવી ભાગવતમાં આઠમના હવન યજ્ઞનો અનોખો મહિમા છે જે શ્રઘ્ધાળુઓ નવરાત્રી દરમિયાન નવ નવ દિવસ પૂજા, ભકિત, તપ, જપ, ઉપવાસ કે હવન ના કશી શકયા હોય તેઓ માત્ર આઠમની પૂજા ઉપવાસ કરે તો તેમને માતાજીની અનન્ય કૃપા અને અલૌકિક સિઘ્ધિ પ્રાપ્ત થાય છે આજે આશાપુરા મંદિર પેલેસ રોડ રોડ ખાતે અષ્ટમી નિમિતે મંદિરના પ્રાંગણમાં હોમાદિક ક્રિયો સાથે દેવી દેવતાઓની આરાધના કરવામાં આવી હતી સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ગણતરીના લોકોની ઉ૫સ્થિતિમાં હોમાદિક ક્રિયાઓ સાથે મૉ આશાપુરાની ઉપાસના કરવામાં આવી હતી માતાજીના અનુષ્ઠાનથી મંદિરના પ્રાંગણનું વાતાવરણ ભકિતમય બન્યું હતું.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન તાંડવ નર્તન ઈન્સ્ટીટયુટ ઓફ કલોસીકલ ડાન્સના સંચાલક જીગ્નેશ સુરાણીએ જણાવ્યું હતું. નવરાત્રીના નવલા નોરતામાં માતાજીની ભક્તિ આરાધના રૂપે રાજકોટનું પ્રખ્યાત આશાપુરા માતાજી મંદિર ખાતે અમે લોકો આશાપુરા માતાજીના મંદિરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત અમે શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ તેમાં પણ માતાજીની અલગ અલગ સ્તૃતિ, કૃતિઓ પ્રસ્તુત કરવાના છીએ. જેમાં મહિસાસુર મર્દિની જે પ્રાચીન ગરબો ? તેમાં અમે શાસ્ત્રીય ઢબે કોર્યોગ્રાફીમાં ડિઝાઈન કરી ગરબાને અલગ રીતે પ્રસ્તુત કર્યું છે. ત્યારબાદ શિવતાંડવ, હનુમાન ચાલીસા સહિતની કૃતિને ભરત નાટ્યમમાં પ્રસ્તુત કરીશું.
મારી નૃત્ય સંસ્થા છેલ્લા ૨૨ વર્ષથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અલગ-અલગ શહેરોમાં કાર્યરત છે. દેવાલય નૃત્ય કરી અમારો પ્રોજેકટ ચાલે છે. દેવાલય એટલે શાસ્ત્રીય નૃત્ય એ મંદિરોમાંથી બહાર આવેલું છે. ફરી વખત અમારી ઈચ્છા એવી છે કે, આપણા ગુજરાતમાં નાના-નાના દેવાલયોમાં જઈ ત્યાં ભગવાનની સામે આરાધના સ્વરૂપે શાસ્ત્રીય પરંપરા, જુની નૃત્ય કલાને આપણા સમાજમાં ફરીથી લાવીએ.