1 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ખાસ પ્રકારે શિવજીની પૂજા – અર્ચનાનો મહિમા રહેલો હોય છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમની વિશિષ્ટ આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વિવિધ દેવતાએની પૂજા માટેના વર્ણન કરવામાં આવ્યા છે. કેટલીક સામગ્રી જે દેવતાને પૂજામાં ચઢાવવાથી મનોવાંછિત ફળ પ્રાપ્તિ થાય છે પરંતુ કેટલીક એવી સામગ્રી જે પૂજામાં ચઢાવવાથી વિપરિત પરિણામ પણ આવી શકે છે. શ્રાવણ માસ નિમિત્તે શિવ પૂજાની વાત કરવામાં આવે તો શિવજીની પૂજામાં શંખ અને તુલસીનો ક્યારેય ઉપયોગ નથી થતો.
ભગવાન શિવને ભોલાનાથ અથવા વિનાશક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભોલાનાથ તેના ભક્તો ઉપર જલદી કૃપા વરસાવે છે અને ક્રોધ પણ એટલો જ જલ્દીથી આવતો હોય રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. ભગવાન શિવને ભાંગ- ધતૂરાનો ચઢાવો કરવાનો હોય છે. પરંતુ એવી સામગ્રી જેનો ઉપયોગ શિવઆરાધનામાં નથી થતો તે અંગે શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવી 6 વસ્તુ જે શિવ પૂજામાં નથી વપરાતી તેના વિશે જાણો અહીં કેટલીક વિગતો.