નિવૃત ડીવાયએસપી અને એડવાકેટ એસ.બી. ગોહિલનું લેખક તરીકે અદકેરું સન્માન કરાયું: જય માતાજી ગ્રુપ અને ચમત્કારી હનુમાનજી મંદીરે યોજાયો સન્માન સમારંભ
મનુષ્ય જન્મ એટલે ઇશ્ર્વરની અમુલ્ય ભેટ પરંતુ જેવી પૃથ્વી ઉપરથી લીઝ પુરી થાય તે સાથે જ અહીથી ઉચાળા ભરી જવા પડશે, ત્યારે તેની પૂર્વ તૈયારી રૂપે ભકિતરુપી ભાથુ બાંધવું ન પડે ! તીર્થ સ્થળોની યાત્રા એટલે એક પ્રકારની સત્યસ્ત ભકિતનો જ પ્રકાર કહેવાય. વિષ્ણુવિહાર, સદગુરુ, રૂડા પ્રશિક્ષ પાર્ક વિસ્તારના ક્ષત્રીય સમાજના ભકતો કે જેઓ પવિત્ર પુરૂષોતમ મહિનામાં એક મહિના સુધી સતત પ્રવાસ કરી બાર જયોતિલીંગની યાત્રા કરી આવ્યા તેઓ ને સન્માનિત કરવા ના કાર્યક્રમની સરાહના કરવી પડશે.
આ શબ્દો એ.જી. સોસાયટી સ્થિત ચમત્કારીક હનુમાનજી કમીટી તેમજ જય માતાજી ગ્રુપ આયોજીત સન્માન સમારોહમાં જાણીતા લેખન પત્રકાર બાલેન્દ્રુ શેખર જાનીએ ઉચ્ચાર્ય હતા.
કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર સાથે થયો હતો. આ પ્રસંગે નિવૃત ડીવાયએસપી એચ.બી. જાડેજા, લેખક વકીલ અને નિવૃત ડીવાયએસપી એસ.,બી. ગોહિલ, એડવોકેટ બળવંતસિંહ રાઠોડ નિવૃત પીઆઇ આર.આર. ગોહિલ, ડી.ટી. વાઘેલા તેમજ ક્ષત્રીય સમાજ ના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ક્ષત્રીય અગ્રણી યાત્રાળુઓ સર્વ આઇ.એમ. જાડેજા આઇ.બી.જાડેજા, ચંદુભા ઝાલા, ધીરુભાઇ ઝાલા, નિર્મળસિંહ ઝાલા, ભયલુભા જાડેજાનું ક્ષત્રીય અગ્રણીઓએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. જયારે નિવૃત બોર્ડર વિંગ સેનાપતિ આઇ.બી. જાડેજાનું શીલ્ડ અર્પણ કરી બહુમાન કરાયું હતું. આ તકે લેખક એડવોકેટ અને નિવૃત ડીવાયએસપી એસ.બી. ગોહિલ ના વિશિષ્ટ પ્રદાનની નોંધ લઇ શીલ્ડ અર્પણ કરી બહુમાન કરાયું હતું.
સન્માનના પ્રત્યુતરમાં યાત્રાળુઓ વતી આઇ.એમ. જાડેજાએ યાત્રા દરમ્યાન થયેલા વિવિધ અનુભવો વર્ણવ્યા હતા. જયારે કટાર લેખક એસ.બી. ગોહિલે જ્ઞાન, સમાજની એકતા તથા સંસ્કારીતા માટે તેમજ આ રીતે સહુ પ્રવૃતિઓને સન્માનીત કરતા તે બાબતને બીરદાવી હતી.
આ પ્રસંગે ક્ષત્રીય અગ્રણીઓ પી.આઇ. આર.આર.ગોહીલ એ.જે. જાડેજા, આઇ.સી. જાડેજા, ઘનશ્યામસિંહ ચુડાસમા, ધમેન્દ્રભાઇ ભગત, હરભમજીભાઇ જાડેજા, જયમાતાજી ગ્રુપના નીરુભા વાઘેલા, ની.પી.આઇ. ડી.ટી. વાઘેલા, અશોકસિંહ જાડેજા, તેમજ ચમત્કારીક હનુમાનજી કમીટીના પ્રમુખ બળવંતસિંહ રાઠોડ (એડવોકેટ) રાજય કર્મચારી મંડળના પ્રમુખ બી.જી. ઝાલા, દીલીપસિંહ જાડેજા દશરથસિંહ રાણા, બી.કે. ઝાલા, નીર્મળસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેેજા રઘુભા વાઘેલા, સુજાનસિંહ ચુડાસમા તેમજ અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન દીલીપસિંહ (વેજાગામ વાળા) કર્યુ હતું તથા આભાર દર્શન નીરુભા વાઘેલાએ કર્યુ હતું.