રવિ-સોમ તહેવાર: ધાણી, દાળીયા, ખજુર, હાયડા, શ્રીફળની દુકાનોમાં ગ્રાહકોની ભીડ: રંગ, પીચકારી, માસ્ક, ગ્લોઝ, સાફાની ખરીદી: ઉત્સવપ્રેમીઓમાં નવી ઉર્મીનો સંચાર
તહેવારનો આનંદ-ઉલ્લાસ અત્યારી જોવા મળી રહ્યો છે. આ તહેવારને આડે હવે માત્ર એક દિવસ બાકી છે ત્યારે બજારમાં ખરીદીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. હોળીને આપણે હુતાસણી પણ કહીએ છીએ. અનીષ્ટ તત્ત્વોનો નાશ કરી ઈષ્ટ તત્ત્વોના પુન:સપનના શ‚આત આ પર્વથી થાય છે. હોળી પ્રાગટ્ય બાદ ભાવિકો હોલીકા દહનની પ્રદક્ષિણા સો પૂજન-અર્ચન કરે છે. હોલીકા પ્રાગટ્યમાં ધાણી, ડારીયા, ખજૂર, પતાશા અને હાયડાનું વિશેષ મહત્વ હોય છે. આથી હોળીના તહેવાર પૂર્વે બજારમાં આ તમામ સામગ્રીની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. જયારે હોલીકા પ્રાગટ્ય બાદ બીજા દિવસે રંગોનો તહેવાર ધુળેટીનો તહેવાર રંગેચંગે ઉજવાય છે. માર્કેટમાં ધુળેટીના તહેવારને લઈ રંગ અને પીચકારીની ધુમ ખરીદી ઈ રહી છે.
શનિ, રવિ, સોમ આવતા હોવાી આ વખતે મીની વેકેશન જેવો માહોલ હોય ઘણાં લોકો ફરવા પણ ઉપડી છે. આ ઉપરાંત શહેરમાં આવેલા ફાર્મ, કલબ હાઉસ અને પાર્ટી પ્લોટમાં પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બજારમાં ચાલી રહેલા કાઉન્ટ-ડાઉન વિશે ‘અબતક’ મીડિયાએ એક અહેવાલ તૈયાર કર્યો છે જે અહીં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષી દુકાન ધરાવતા વેપારી સંજય તન્નાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ હોળીનો તહેવાર ઉજવાય છે. હાઈડા, પતાસા જેવી વસ્તુઓ વધુ વેંચાય છે. આ વર્ષ ગ્રાહકની સંખ્યા સારી છે. ભાવમાં ગયા વર્ષના જે ભાવ છે તેમાં ફેરફાર કર્યા ની, ખાંડના ભાવ વધ્યા પણ અમે વધાર્યા નથી. પીચકારીની ખરીદી કરવા આવેલા આયુષે જણાવેલ કે, પિચકારી લેવા અને કલર લેવા માટે આવ્યો છું બેન્ડટેનની પિચકારી લીધી છે. મિત્ર અને મમ્મીની સો રમીશ.
હોળી અને ધુળેટીમાં દાળીયાનું પ્રાચીન મહત્વ છે. આપણે જે શરદી, ઉધરસ થાય મટી જાય તેના માટે ધાણીને દાળીયા ચાલે છે. ટોપરા, હાયડા, પતાસા, ધાણી અને બધી જાતના દાળીયા ચાલે છે. ગયા વર્ષ કરતા આ વર્ષ વેચાણ ઓછું છે. ભાવ વધારામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ખજુરમાં કિલોએ ૧૦ રૂપિયા વધારે છે તેમ રાકેશભાઈએ જણાવ્યું હતું.
અતુલભાઈએ જણાવેલ કે, ૧૦૦ વર્ષથી અમારી પેઢી ચાલે છે. હોળી અને ધુળેટીના તહેવારમાં હાયડા, પતાસા વધુ ચાલે છે. મોટી પ્રકારના હાયડા ‘વઢેરા કુભ’ છે તે શાકભાજી વેચતા હોય ‘વાગળીયા’ લોકો છોકરાની સગાઈ કરે ત્યારે તેની વહુને દેવા લઈ જતા હોય છે. પહેલી હોળી હોય ત્યારે પાંચ કિલો વજની લઈ જાય પછી ત્રણ કે સાડા ત્રણ કિલો લઈ જાય છે. આ વર્ષ ગ્રાહકો સારા છે.
પીચકારીના વેપારી વજુભાઈએ જણાવ્યું હતું કે, આ વખતે બજારમાં ૧૦૧ જાતના કલર અનેક જાતની પિચકારી જેવી કે બેન્ડટેડ, ડોરોમોન, છોટા ભીમ, નરેન્દ્ર મોદી, અખીલેશ યાદવ, મ્યુજીકલ પંપ, મ્યુજીકલ ટેક, બબુલ સ્વરી સહિત અનેક વેરાયટીઓમાં પિચકારી આવી છે. આમા ખાસ કરીને મુરગલા હરબલ કલર જે સ્કીનને નુકશાન ની કરતા, સ્પ્રે કલર, બ્લેક સ્પ્રે આવ્યા છે. રાજકોટની પ્રજા ઉત્સાહિત છે એટલે ગ્રાહકોનો પ્રશ્ર્ન ની છેલ્લા દિવસે વધુ હશે શરીરને ચામડીને નુકસાન કરે તેવા કલર રાખ્યા ની. હર્બલ કલર અને ગુલાલ ઉડાડવા માટે છે. આ કલર ખાસ ઈન્દોરી મંગાવામાં આવ્યા છે. ભાવમાં કોઈ વધારો આવ્યો ની. ખાસ કરીને કેસુડો કલર, ગુલાબી કલર, લાલ કલર વગેરે પ્રકારના કલરો આવેલા છે.
નિમિષ કારીયાએ જણાવ્યું કે, રંગમાં તપકીર કલર, સાદ ધુળના કલર, ઓર્ગેનિક કલર, જેમાં ૧૫ થી ૨૦ કલર છે અને પિચકારીમાં એરગન, ટેડિબિયર, ટેન્કુ, ૩ડી, બેન્ડટેન, ડોરેમોન અમે ઘણી બધી ટેક આવે છે. ૨૦ થી લઈને ૫ હજાર સુધીની પિચકારી રાખી છે. સૌથી વધુ ટેન્ક, ડોરેમોન વધુ માંગે છે. ગયા વર્ષ કરતા આ વર્ષે બહુ મંદુ છે.