ડો.શ્રીમંત શાહુ ડાયાબિટીસ વિશેષજ્ઞ દ્વારા લોકોને બિમારીઓ સામે જાગૃતી માર્ગદર્શન
શહેરમાં વર્લ્ડ હેલ્થ ડેના ભાગરૂપે પી.ડી.યુ. સરકારી મેડિકલ કોલેજ ખાતે વુમન્સ વીંગ પી.ડી.યુ. સરકારી મેડીકલ કોલેજ અને આઈએમએ વુમન્સ વીંગમાં સંયુકત ઉપક્રમે સ્વાસ્થ તરપ એક ડગલુ ‘ગુડ બાય ડાયાબીટીસ’ હોલીસ્ટીક એપ્રોચ ટુ ડાયાબીટીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયાબીટીસ વિશેષ યજ્ઞ ડો. શ્રીમંત શાહુ દ્વારા લોકોને માત્ર દવા નહિ પરંતુ માનસીક રીતે શાંત રહીને પણ ડાયાબીટીસ જેવી ગંભીર બિમારી સામે લડી શકાય છે. તેવા સલાહ-સુચનો આપવામાં આવ્યા હતા.
સાથોસાથ બ્રહ્માકુમારજી વિશ્ર્વ વિદ્યાલય સાથે જોડાઈ ડો.શ્રીમંત શાહુ દેશભરમાં ડાયાબીટીસ પર નિયંત્રણ મેળવવા માટે સેમીનારનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરીબેન, બ્રહ્માકુમારીઝના અંજુદીદી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીતમાં ડો. શ્રીમંત શાહુએ જણાવ્યું હતુકે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્ર્વમાં સ્વાસ્થ્ય સંબંધીત ડાયાબીટીસ બહુ જ મેજર ઈસ્યું છે. ડાયાબીટીસ એક સાયલેન્ટ કિલરની માપક ઘાતક બિમારી છે. ડાયગોસ્ટીક લેવલમાં ડાયાબીટીસ ૧૦-૧૨ વર્ષ સુધીમાં દર્દીઓને અંદરથી જ ખોખલા કરી નાખે છે. જયારે ડાયાબીટીસ ખબર પડે છે. ત્યાં સુધી દર્દીઓ કોઈ પણ ખોટ ખાપણ સાથે તબીબ પાસે સારવાર માટે આવે છે. ડાયાબીટીસ બોર્ડર લાઈન સ્ટેજ પર ૧૦-૧૨ વર્ષ રહે છે. ભારતભરમાં લગભગ આઠ કરોડ જેટલા ડાયાબીટીસના દર્દીઓ જોવા મળે છે. અને એટલી જ સંખ્યામાં અન્ય લોકોને બોર્ડર લાઈન ડાયાબીટીસ પણ છે.
દર વર્ષે અંદાજીત ૧૦ લાખ લોકોના મોત ડાયાબીટીસના કારણે થાય છે.ડાયાબીટીસ એક બહુ મોટી બિમારી જેને માત્ર દવા દ્વારા કંટ્રોલ નથી કરી શકાતો જેના માટે બ્રહ્માકુમારી વિશ્ર્વ વિદ્યાલય દ્વારા એક હોલેસ્ટીક એપ્રોચથી અમે ડાયાબીટીસનું ટ્રીટમેન્ટ કરીએ છીએ. જેમાં લોકોને કોઈ પણ ખર્ચો કર્યા વગર જ પોતાના ઘરે કઈ પ્રકારની કસરતો કરવી ખાવા પીવામાં કેટલુ ધ્યાન રાખવું અને મનને શાંત કેવી રીતે રાખવું તેના માટે યોગ શિખવાડવામાં આવે છે.
અમેરિકા મેડિકલ એસોસીએશન દ્વારાપણ જાહેર કરવામાં આવ્યું છે કે ૬૦ ટકા જેટલી બિમારીઓ માનસીક તણાવને કારણે થતી હોય છે. માટે હોલેસ્ટીક એપ્રોચ દ્વારા ડાયાબીટીસથી કેમ દૂર રહેવું તેના માટે દેશભરમાં ખૂણે ખૂણે અમે આ સંદેશો પહોચાડીએ છીએ. હાલમાં લોકો જંગ ફૂડ તરફ વળી ઘણી બિમારીઓને આમંત્રણ આપે છે. ત્યારે તેનાથી દૂર રહી બિમારીઓથી બચવા અને લોકોને જાગૃત કરવા માટે બ્રહ્માકુમારીઝ વિશ્ર્વ વિદ્યાલય કાર્યરત છે.