હોળી પ્રગટાવવાનો શુભસમય સાંજે 6.51 થી 8.23 સુધી
ફાગણ સુદ ચર્તુદશી ને સોમવારે તા.6.3.23 ના રોજ હોલિકા દહન છે હોળી છે. સોમવારે સાંજે 4.18 સુધી ચર્તુદશી તિથિ છે. ત્યારબાદ પૂનમ છે. જે મંગળવારે સાંજના 6.09 સુધી પૂનમ તીથી રહેશે આમ હોળી પ્રગટાવવામાં પ્રદેશકાળનું મહત્વ હોવાથી સોમવારે પ્રદોષકાળ માં પૂનમ તિથી નો ભાગ સોમવારે જ છે આથી દરેક પંચાગ પ્રમાણે જ્યોતિષ ના નિયમ પ્રમાણે સોમવારે હોલિકા દહન છે તથા મંગળવારે તા 7.3.23 ના ફાગણ સુદ પુનમના દિવસે ધૂળેટી છે…. જે પંચાંગ પ્રમાણે લાગુ પડે છે પરંતુ સરકારી ધુળેટી ની રજા બુધવારે રાખેલ છે….. ગયા વર્ષે પણ હોળી ચૌદશના દિવસે તા 17.3.22 ના હતી અને ધુળેટી પૂનમના દિવસે તા 18.3.22 મનાવવામાં આવી હતી
હોળીના દિવસે કુળદેવી માતાજીના મંત્ર જપ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ, હનુમાનજીની પુજા, ભૈરવદાદાની પુજા કરવી ઉત્તમ ફળદાઇ છે. આ વર્ષે હોળી પ્રગટાવવાનો શુભ સમય રાત્રે 6-51 થી 8-23 ચલ ચોઘડિયામાં ( પ્રદોષકાળ માં)છે. ત્યાર પછી સારું ચોઘડિયું ન હોતા આ સમય દરમિયાન હોળી પ્રગટાવી ઉત્તમ રહેશે
હોળી પ્રગટે એટલે સૌપ્રથમ પગે લાગી ૐ હોલિકાય નમ: બોલી હોળીમાં અબીલ, ગુલાલ, કંકુ પધરાવવા ત્યારબાદ ખજુર, ધાણી પણ પધરાવી શકાય. ઘર્મસિંધુ ગ્રંથ પ્રમાણે હોળીની 3 પ્રદક્ષિણા ફરવી અને ત્યારબાદ સારા આરોગ્યની પ્રાર્થના કરવી. ખજુર, દાળિયા, ઘાણી ખાવા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ગણાય છે.
જીવનમાં માનસિક ટેન્શન હોય તો હોળીના દિવસે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે કળશમાં સાકરવાળું પાણી નાખી અને ૐ સોં સોમાય નમ: બોલી ચંદ્ર સામે ઉભા રહી અર્ધ્ય આપવું. ત્યારપછી સાકરવાળું દૂધ ચંદ્ર સામે ધરી અને તેને પ્રસાદ તરીકે લેવું. આમ કરવાથી ચંદ્ર બળ વધશે. માનસિક શાંતિ મળશે. આ ઉપાય દર પૂનમના દિવસે પણ કરી શકાય છે. હોળી તથા દર વ્રતની પૂનમના દિવસે આ ઉપાય કરવો. ભારતીય પરંપરા પ્રમાણે હોળીના દિવસે હોળી પ્રગટયા બાદ હોળીની ઝાળ જે દિશામાં જાય તે પ્રમાણે ચોમાસાનો વર્તારો થાય છે. હોળીની ઝાળ ઈશાન ખુણામાં જાય તો સાધારણ વરસાદ, અગ્નિ ખુણામાં દુષ્કાળનો ભય, વાયવ્ય ખુણામાં સારો વરસાદ, નૈઋત્ય ખુણામાં સાઘારણ વરસાદ, પશ્ચિમ દિશામાં સારો વરસાદ, દક્ષિણ દિશામાં પાકને નુકશાન,પુર્વ દિશામાં જાય તો કયાંક પડે અને કયાંક ન પડે,ઉત્તર દિશામાં જાય તો પ્રજા દુ:ખી થાય છે.ઉપર ફરે તો આરોગ્ય માટે હાનીકારક છે.
શાસ્ત્ર પ્રમાણે કાલરાત્રી, મહારાત્રી, મોહરાત્રી, દારૂણ રાત્રી વર્ષની ચાર મહારાત્રી ગણવામાં આવે છે. તેમાં દારૂણ રાત્રી એટલે હોળીની રાત છે. આથી હોળીના દિવસે કરેલ પુજા ઉપાસના વધારે ફળદાયક બને છે. ઘન, મકર, કુંભ રાશીના લોકોને મોટી પનોતી ચાલતી હોવાથી આ લોકોએ હોળીના દિવસે શનિદેવ તથા હનુમાનજીની ઉપાસના કરવી ઉત્તમ રહેશે.– શાસ્ત્રી રાજદીપ જોષી, (વૈદાંત રત્ન)