- ઇશાન ખુણામાં પવન હોય તો વરસાદ સોળ આની, અગ્નિ ખુણામાં પવન તો દુષ્કાળનો ભય
ફાગણ શુદ ચૌદસને ગુરુવારે ને તા.13-3-25 ના દિવસે હોળી છે. ગુરુવારે સવારના 10.37 કલાકે થી પૂનમ તીથી શરૂ થઈ જાય છે જે તા 14 માર્ચ ને શુક્રવારે બપોરે 12 .25 સુધી પૂનમ તિથિ છે આમ ગુરુવારે સાંજના ભાગે પૂનમ તીથી હોતા અને ગ્રંથોના નિયમ પ્રમાણે પ્રદોષકાળમાં પૂનમ હોય તે દિવસ લેવો આથી ગુરૂવારનો દિવસ હોળીનો ગણાય. અને શુક્રવારે ધૂળેટી ગણાશે હોળાષ્ટક શુક્રવારે બોપોરે 12.25 કલાકે પુરા થશે. આપણી વર્ષોની પરંપરા છે હોળીની દિશાના આધારે એક માન્યતા પ્રમાણે હોળી પ્રગટયા બાદ જે દિશામાં પવન વાતો હોય તે દિશા પ્રમાણે તે વર્ષના વરસાદની આગાહી કરવામાં આવે છે.
- ઈશાન ખુણામાં સારો વરસાદ થાય. 16 આની
- અગ્નિ ખુણામાં પવન વાયતો દુષ્કાળનો ભય રહે.
- વાયવ્ય ખુણામાં પવન વાયનો સારો વરસાદ થાય.
- નૈઋત્ય ખુણામાં પવન વાય તો સાધારણ વરસાદ થાય.
- પશ્ચિમ દિશામાં પવન જાય તો 8 આની ચોમાસુ
- દક્ષિણ દિશામાં પવન જાય તો પાક નાશ પામે
પૂર્વે દિશામાં પવન વાય તો કયાંક વરસાદ પડે કયાંકનો પડે. 12 આની વર્ષ ઉત્તર દિશામાં જાય તો વરસાદ સારો કહી શકાય. ધાન્ય સારું પાકે ઉપરની કોર પવન ચડે તો યુઘ્ધ થાય પ્રજા દુ:ખી હોળીની ઝાર ચારેકોર ફરે તો વાવાઝોડું વંટોળ વાય એવું રાજદિપ જોષી શાસ્ત્રી જણાવે છે કે વર્ષમાં ચાર મહારાત્રી ગણાય છે. તેમાની એક મહારાત્રી એટલે હોળીનો દિવસ.ચંડીપાઠ પ્રમાણે કાલરાત્રી મહારાત્રી મોહરાત્રી, દારૂણ રાત્રી કાલ રાત્રી એટલે કાળી ચૌદશ મહારાત્રી એટલે મહાશિવરાત્રી મોહરાત્રી એટલે જન્માષ્ટમી દારણરાત્રી એટલે હોળી ની રાત આમ વર્ષમાં ચાર મહારાત્રીમાંથી એક મહારાત્રીનો દિવસ એટલે હોળીનો દિવસ ગણાય છે. શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન
હોળીની કથા
ભક્ત પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતા પરંતુ આ તેમના પિતા હિરણ્ય કશ્યપને ગમતું ન હતું આથી એક દિવસ હિરણ્ય ક્સ્યપ એ પોતાના પુત્ર પ્રહલાદને હોળીકાના ખોળામાં બેસવા આદેશ દીધો. પ્રહલાદે ભગવાન વિષ્ણુને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી. જ્યારે આગ શરૂ થઇ ત્યારે હોલીકા તેમાં બળીને ભસ્મ થઈ ગઈ પણ પ્રહલાદને કાંઈ પણ ન થયું. આ ઘટના ને લીધે હોળી તથા ધુળેટી મનાવાય છે.
હોલિકા માતાનું પુજન
સૌપ્રથમ હાથમાં જળ લઈ અને સંકલ્પક કરવો આજના દિવસે મારા શરીરની બધી બાધાઓ દુર થાય રોગ શત્રુ દુર થાય અને સારા આરોગ્યની પ્રાપ્તી થાય ત્યાર બાદ હોળીમાં શ્રીફળ હોમવું ત્યારબાદ અબીલ ગુલાલ કંકુના છાટણા નાખવા ખજૂર અને ધાણી પણ પધરાવી શકાય હોળી મા લવિંગ કપૂર પણ પધરાવી શકાય છે જેનાથી વાતાવરણ શુદ્ધ બને છે ત્યારબાદ ધર્મ સિંધુ ગ્રંથના નીયમ પ્રમાણે હોળીની ત્રણ પ્રદક્ષિણા ફરવી અને પ્રાર્થના કરવી મારા શરીરની બધી જે બીમારીઓ દુર થાય હોળીના દિવસે પોતાના કુળદેવીના મંત્ર જપ કરવા શ્રેષ્ઠ છે. સાથે હનુમાનજીની ઉપાસના ભૈરવ ઉપાસનાં કરી શકાય જેથી આખુ વર્ષ શાંતિથી પસાર થાય. સરસવનો દીવો કરી હનુમાનજીને તથા ભૈરવદાદાને હોળીની સાંજે 21 અળદ ના દાણા ચડાવા પણ શુભ છે અને ફળદાઈ છે.
હોળીમા પરંપરા પણ જોડાયેલી છે જેમાં નવા જન્મેલ બાળકને અથવા તો ક્ધયાને તેમના મામા તેમને તેડે છે અને સાકરના હારડો પહેરાવી અને હોળીની 7 અથવા 11 પ્રદક્ષિણા ફરે છે
29 માર્ચ થી કુંભ મીન તથા મેષ રાશીના જાતકો મોટી પનોતી તથા સિંહ અને ધન રાશીના લોકોને શનિની નાની પનોતી શરૂ થશે આથી હોળીનાં દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા હનુમાનજીનું પૂજન કરવું. જેથી પનોતીમાં રાહત રહેશે. તથા મેષ. ધન .સિંહ રાશીના લોકોને રાહુ અશુભ ચાલે છે. ગોચરમાં રાહુ અશુભ ચાલતો હોવાથી હોળીનાં દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવા તે ઉપરાંત મહાદેવજી ઉપાસનાં હોળીનાં દિવસે ખાસ કરવી જેથી રાહત રહેશે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો હોળીના દિવસે જે ઋતુ હોય છે તે મિશ્ર ઋતુ હોય છે કે જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી બને હોય છે આથી લોકોમાં કફ જન્ય બીમારીમાં વધારો થાય છે આથી હોળીનો તાપ લેવાથી તે બીમારી દૂર થાય છે ખાસ કરીને દાળિયા છે ધાણી છે તે કફને દૂર કરે છે તે ઉપરાંત હોળીમાં જે કપૂર અને લવિંગ પધરાવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે અને વાતાવરણ પણ શુદ્ધ થાય છે હોળીનો તાપ શરીરને મળવાથી શરીરમાં કફ પિત જેવી અનેક બીમારીઓ દૂર થાય છે