વેકેશનની આનંદમય પ્રવૃત્તિ સાથે શિક્ષણનો અનુબંધ બાંધી શકાય
ઉનાળુ વેકેશન પરીક્ષા બાદ આવતું લાંબુ વેકેશન હોય છે: વિવિધ સમર કેમ્પો સાથે બાળકોમાં રહેલી વિવિધ છુપી કલાને પ્રોત્સાહન આપવાનો સમય છે
ધો.10-12ના વિદ્યાર્થી માટે વેકેશન સાથે જૂનથી નવી કારકિર્દીનો વળાંક આવતો હોવાથી વિવિધ કોર્ષ માટેના કેમ્પોમાં અને કાઉન્સીલીંગ મેળવવું જરૂરી
આખુ ર્વે ભણ-ભણ કર્યા પછી આવતું વેકેશન એક ધોરણની સફળતા સાથે નવા ધોરણનો પ્રારંભ છે. એક માસનો સતત આનંદ એટલે વેકેશન પહેલાના જમાનામાં તો પરીક્ષા પરી થાય એટલે શાળામાં રજા પડી જતી હતી, જોકે ટીચરો હાજર રહેતા પણ બાળકો આવતા નહી આજે લર્નીંગલોસ કે નબળાને સબળા બનાવવા માઠ એક વીકબાદ જ ફરી શિક્ષણ શરૂ થઈ જાય છે. શિક્ષકની નોકરીમાં બે વેકેશન મળતા હોવાથી ફરવા જવાનો ફશયદો મળે છે. પ્રાથમિક હાઈસ્કુલ કે કોલેજના વેકેશનની તારીખ લગભગ સરખી રખાય છે,કારણ કે વાલીઓ પરિવાર સાથે ફરવા જઈશકે છે.
વેકેશનનો સદઉપયોગ એટલે કંઈક નવું શીખવાના દિવસો વિવિધ પ્રવૃત્તિ પ્રોજેકટ થકી બાળક શિક્ષણ સાથે વિવિધ કલામાં પણ માહિર બને તેવું આયોજન છે. હવે મામા ને ઘરે કોઈ જતુ નથી, એવાત ભૂતકાળ થઈ ગઈ છે. જૂના જમાનાના વેકેશનમાં જલવો હતો. ધોમધખતા તાપમાં ઝાડ પર ચડીને કોલને કાતરા ખાવાની સાથે શેરીમાં નીકળતો ગોલા-ગુલ્ફીવાળા મિઝબાની હતી. નવા કપડા પણ ખરીદતા હતા. આજે ઈલેકટ્રોનિક ગેઝેટ વચ્ચે આપણું પ્રિય વેકેશન એક રૂટીંગ તારીખ બની ગયું છે.
પહેલા તો વેકેશન પહેલા વેકેશનના પ્લાનીંગ બનતા આજે તો દોઢ મહિના જેવો લાંબો ગાળો અને એમાય ગરમીની સીજન એટલે મા-બાપ જ બપોરે અગીયારથી સાંજના છ સુધી ઘર બહાર નીકળવા ન દે ત્યારે વેકેશનની મઝા આજનો બાળક શુ માણી શકે. સામાન્ય રીતે વેકેશનમાં બાળકો ટીવી, વીડીયો, ગેમ્સ કે મોબાઈલના સહારે જ વેકેશન પૂરૂ કરે છે. ખરેખર તો ચિત્રકામ, સંગીત, સ્પોર્ટસ, ડાન્સ-નૃત્ય, વેસ્ટમાંથી બેસ્ટ, અભિનયકલા, સ્વવિકાસ, સાથે રસ-રૂચી પ્રમાણે બાળકને એકમાસના વર્ગો કે સમય કેમ્પમાં મોકલવા જોઈએ. બાળકોને વિવિધ ટ્રેનીંગ કેમ્પ, પર્યાવરણમાં અને નદી નાળાને જંગલોનાં પ્રવાસમાં તેના જેવડા છાત્રો સાથે મોકલવા જોઈએ. આવા આયોજનમાં એકલા રહેતા શીખે, નેતૃત્વના ગુણો, પોતાનું કામ હાથે કરતા શીખે અને ભાઈચારાની ભાવના વિકાસ થાય છે.
આપણી સંસ્કૃતિ જાણે, વૃક્ષારોપણ, સમાજ સેવા, સફાઈ અભિયાન, લોક સેવા અને પછાત વિસ્તારના બાળકોને શિક્ષણ આપવા જેવા વિવિધ આયોજન શાળા કક્ષાએ જ ગોઠવવા જોઈએ કારણ કે તે પણ એક શિક્ષણનો જ ભાગ છે. વેકેશનનો સદઉપયોગ કરવા વાલી અને શાળા બંને સાથે મળીને કરે એ અતી આવશ્યક છે. વેકેશનમાં યોજાતી વિવિધ સ્પર્ધામાં ભાગ લેવડાવવો સાથે શહેરના જોવાલાયક સ્થળોએ ફરવા જવું, વિજ્ઞાન કેન્દ્ર, પ્લેનેટોરિયમ જેવા સ્થળોની મુલાકાત લેવી જરૂરી છે. સાયન્સ સીટી જોવાથી બાળકને ઘણુ બધુ જાણવા મળે છે. વેકેશન ત્યારનું, અને અત્યારનું એમાં ઘણો ફેર છે.
સમગ્ર વેકેશનનું પ્લાનીંગ કરવું જરૂરી છે. આગલા ધોરણના પુસ્તકો વાંચવાને ન સમજાયતો શેરીના અન્ય મોટા બાળકો સાથે ચર્ચા પણ કરવી જોઈએ ટ્રેસ વગરનાં આ દિવસોમાં ઘણીવાર બાળક આખુ વર્ષમાં ન શીખ્યો હોય તે આ એક માસમા શીખી જાય છે. મા-બાપે પણ વેકેશન દરમ્યાન બાળકની વધુ કાળજી લેવી જરૂરી છે. બાળા વાર્તાની સાથે દરરોજ 10 નવા શબ્દો કે ગણીત ના કોયડા ઉકેલવા આપવા જોઈર્એ. જનરલ નોલેજ બાળકનું વધેતેમાટે ના વિવિધ પુસ્તકો કેપુસ્તકાલયમાં વાંચન શોખ વિકસાવવો.
આજના યુગમાં વેકેશનમાં બાળખે શું કરવું તે સૌ માટે મુંઝવતો પ્રશ્ર્ન છે.વિદેશોમાં તો શાળા કક્ષાએથી વિવિધ આયોજન ફિકસ થતા હોય છે. જેમાં ત્યાંની સરકારનાં વિવિધ વિભાગો પણ ખૂબજ રસ લેતા હોય છે. આપણે ત્યાં પ્રાઈવેટ મેળા વેકેશનમાં ફૂટી નીકળે છે. આપણુ વેકેશન આ મેળામાં ફરવા જવા પુરતું સિમિત છે. આજે વાલીઓ અને છાત્રો વેકેશનમાં કંઈક કરવું એવું સૌ માને છે.પણ શું કરવું તેની કોઈને ખબર જ નથી બાળકોનાં સંર્વાગી વિકાસમાં વેકેશનની વિવિધ પ્રવૃત્તિ પ્રોજેકટનું બહું જ મહત્વ છે, પણ બાળકોની સાયકોલોજી સમજી શકે તેવા નિષ્ણાંતો કે કોઈ સંસ્થા જ નથી આજે તો બાળ પ્રવૃત્તિની અછત છે.
સમય બદલાયો તેમ વેકેશન ઉજવણી પણ બદલાતી ગઈ છે. આજના ટેકનોલોજી યુગમાં બાળકના કે મા-બાપના હાથમાં મોબાઈલ છૂટે તોતે વેકેશન જલ્વાનો વિચાર કરે ને ?! વેકેશનમાં બાળકના વિવિધ કૌશલ્યોનો વિકાસ સાથે તેની અભિવ્યકિત ખીલવવી જરૂરી છે. શિક્ષણ કાર્ય એક માસ બંધ હોવાથી જો એક લક્ષ્ય પર કાર્ય થાય તો દેશના શ્રેષ્ઠ ભાવી નાગરીકોનું ઘડતર થઈ શકે છે. આજે તો બાળકને રમાડતા રમાડતા જ જીવન ઘડતર કરી શકાય છે. વિદ્યાર્થીની ઉંમર ગુજરાતી હિન્દી સાથે અંગ્રેજી ભાષા કૌશલ્યો તથા ટેકનોલોજી ક્ષેત્ર વિકાસ કરવાની છે.
વેકેશનમાં પ્રવાસ બાળકને નવી દ્રષ્ટી આપતો હોવાથી મા-બાપે આયોજન કરવું અતિ જરૂરી છે. પ્રવાસ બાળક માટે શિક્ષણનો એક પાઠ જ છે. આજે ઈન્ટરનેટ પર પ્લેસ્ટોરમાં જઈને ઘણી એપ ડાઉનલોડ કરી તેમાં વિવિધ પ્રિન્ટ કાઢીને બાળકને રમવા આપો કે કલર પૂર્તિ કરાવો. જુના જમાનાની ગેમ્સ પણ ડાઉનલોડ કરીને તેની વાત કરો, સમજાવો ને તેને રમવા પ્રેરણા આપો. વેકેશન પડે ત્યારનો છાત્રોનો આનંદ અવિરત સમગ્ર વર્ષ જળવાઈ રહે તે જરૂરી આમાટે તેને શિક્ષણનો ભાર ન લાગે તેવી સિસ્ટમ ઉભી કરવી જ પડશે. પર્યાવરણની નજીક લઈ જાવ, પશુ-પક્ષી જીવજંતુઓનઝારા સાથે કુદરતના ખોળે આનંદોત્સવ કરતો છાત્ર ખૂબજ વિકસીત થાય છે. આપણા પ્રાચીન ગ્રંથો રામાયણ, ગીતા અને ચાર વેદોની વાતો બાળકોને કરો ને તેને વાંચવા પ્રેરણા આપો મા-બાપ જો પુસ્તક વાંચતા હશે તો જ બાળક પુસ્તક વાંચવા પ્રેરાશે.
આજના મા-બાપો વેકેશનનાં 30 દિવસમાં એલા બધા કલાસમાં મોકલે છે કે બાળક ઘણીવાર મમ્મીને કહે છે, આના કરતા વેકેશન ન પડતું હોત સારૂ હોત. કંટાળો બાળકનો વિકાસ રૂંધે છે. તોઆનંદમય કે જ્ઞાન સાથે ગમ્મતનુ આયોજન જ ખરેખર ‘વેકેશન’ની સદઉપયોગીતા વધારે છે.
બાળક માટે વેકેશન મોજ બનશે કે બોજ?
આજના યુગમાં બાળક ને સમર કોચિંગ કલાસીઝમાં ઘણુ નવું શીખવા મળે છે. પણ જો તેનો અતિરેક થાય તો બાળકને માટે વેકેશન મોજ બનવાને બદલે બોજ બની જાય છે.બાળકના શારીરીક વિકાસ સાથે સામાજીક અને માનસીક વિકાસ થતો હોવાથી મા-બાપે વેકેશનમાં વિશાળ કાળજી લેવી આજે તોડાન્સ, કરાટે, મ્યુઝીક, આર્ટ જેવા વિવિધ વર્ગોમાં બાળકને મોકલવાનો સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. પરાણે મા-બાપ આવા તેને રસ વગરના કલાસીઝમાં મોકલીદે પણ બાળક અધવચ્ચેથી તે છોડી દે છે. માટે તેને રસ-રૂચી હોય તેવા આયોજનમાં જોડવો. દેખાદેખીથી કે ફોર્સથી બાળક કયારેય ખુશ રહેતા નથી. એ જાણવું જરૂરી છે. આજે તો મા-બાપો વેકેશનનો સદઉપયોગ કરવાને બદલે વધુ ઉપયોગ કરવા માંડયા છે. મુકતમને-આનંદ-ઉલ્લાસથી રમતા રમતાં જે પ્રવૃત્તિ બાળક કરે તેજ સાચી વેકેશનની મઝા વેકેશનમાં પણ તેના રૂટીંગ ટાઈમ ટેબલમાં ફેરફાર ન કરવો આજના યુગમાં સંતાન રીલેક રહેતે સૌથી અગત્યની બાબત છે.