ભાર વગરના ભણતરને સાર્થક કરો
શિક્ષણ વિભાગે પણ ધો. 11-1ર નો કોર્ષ રપ થી 30 ટકા ઘટાડેલ છે. તા.1લી મે થી 4 જુન સુધી 3પ દિવસનું ઉનાળુ વેકેશન
બાળ વિકાસમાં વર્ષના બે વેકેશનની મહત્વની ભૂમિકા હોય છે સ્વવિકાસ માટે આ સમયગાળો જીવનનો મહત્વનો તબકકો ગણી શકાય
વર્ષોથી શિક્ષણ પઘ્ધતિમાં વેકેશનનું અસ્તિત્વ જોવા મળે છે. ત્યારે દિવાળીનું ર1 દિવસનું અને આ ઉનાળુનુ 3પ દિવસનું વેકેશન વિદ્યાર્થી જીવનમાં કંઇક નોખુ અને અનોખુ શિખવા માટે મહત્વનું ગણાય છે. ભાર વગરના ભણતરને સાર્થક કરવા શૈક્ષણિક સત્રના આ વેકેશનનું વિશેષ મહત્વ છે. શિક્ષણમાં ધો. 10-11 અને ધો.1ર આ ત્રણ વર્ષ કારકિર્દી માટે મહત્વના હોવાથી શાળાઓ અને વાલીઓ પણ આ બાબતે ચિંતિત જોવા મળે છે, પણ સત્રના અંતે આવતા વેકેશન સ્વ વિકાસ માટે અતિ મહત્વના છે.
રજા પડી ભાઇ, મઝા પડી જેવા આનંદમય શિક્ષણના બાલ ગીતોને અર્થ પણ સુચક છે. જેમાં છાત્રોનો ઉત્સાહ ઉમંગ જોડાયેલા છે. તા. 1લી મે થી 4 જુન સુધી પ્રાથમિક, હાઇસ્કુલ, હાયર સેક્ધડરી અને કોલેજમાં દિવસ-3પ નું વેકેશન જાહેર કરાયું છે. ધો.10 ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ ધો. 11 અને 1ર ની વિજ્ઞાન પ્રવાહની તૈયારી માટે બાળકો મહેનત કરવા લાગતા હોય છે. ત્યારે શિક્ષકો અને મા-બાપે તેને આ વેકેશનની મઝા માણવા દઇને ટ્રેસ મુકત વાતાવરણમાં જીવવા અને શિખવાનો સમય આપવો જ પડે છે.
ધો. 9 પૂર્ણ કર્યા બાદ સતત ત્રણ વર્ષના ધો. 10-11- 1ર માટે સૌ કોઇ બાળક પર શિક્ષણના ભારનું પ્રેશર આવતા હાલમાં જોવા મળે છે. ત્યારે એપ્રીલમાં નીટ, ગુજકે, જીઇઇ તથા બોર્ડની થિયરી અને પ્રેકટીકસ પરીક્ષાઓ આવતી હોવાથી વેકેશનના આ ગાળામાં બાળકો ઉપર ટ્રેસ જોવા મળે છે. આખુ વર્ષ મશીનની જેમ સવારથી સાંજ શાળા ટયુશન જેવી સતત દોડધામ બાદ વેકેશન આરામનો સમય હોવાથી શાળાઓએ અને મા-બાપોએ છાત્રોને મુકત વાતાવરણ આપવું જરુરી છે.
ભણતરનાા ભારને કારણે ઘણા છાત્રો આપઘાત કરી લેતા પણ ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાબતે સૌ કોઇ એ વિચારવાનો સમય પાકી ગયો છે. શિક્ષણની આંધળી દોટમાં મા-બાપો જ પોતાના વહાલા સંતાનો ઉપર પ્રેશર અને વધુ અપેક્ષા રાખતા જોવા મળે છે.