ઉત્તરાયણએ ગુજરાતની આગવી ઓળખનો તહેવાર છે ત્યારે વાસી ઉત્તરાયણે રાજકોટ શહેર અને જિલ્લાની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં રજા રાખવામાં આવી છે.

બાળકોને બે દિવસ જલસો પડી જશે.આખા ભારતમાં ઉતરાયણ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં ગુજરાતમાં ઉતરાણ સાથે વાસી ઉતરાયણનું વધુ મહત્વ રહેલું છે. એટલે જ્યાં દેશના અન્યવિસ્તારમાં ઉતરાયણ એક દિવસની ગુજરાતીઓ ઉતરાયણ બે દિવસની હોય છે. જોકે, આ વખતે ઉતરાયણ આગળ શનિવાર હોવાથી સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ બાળકોથી લઇ મોટેરાઓ ઉતરાયણ પર્વની ઉજવણી કરશે.એટલે કે બે દિવસને બદલે ત્રણ દિવસની ઉતરાયણ થતાં જલ્સો થઈ જશે તે નક્કી છે.

કાલે અને સોમવારે પતંગ ચગાવવા સાથે સાંજે દિવાળીની જેમ આતાશબાજી અને ફટાકડા પણ મોટા પ્રમાણમાં ફોડતા જોવા મળશે આ ઉપરાંત આ દિવસોમાં ઉંધીયુ-પુરી સાથે જલેબી પણ મોટી માત્રામાં ઝાપટી જતાં હોય છે. રાજ્યભરમાં ઉતરાયણની તો રજા જ હોય છે પરંતુ આ વખતે રાજકોટમાં વાસી ઉતરાયણ પણ ભારે ઉત્સાહથી મનાવતા હોવાથી અનેક મોટાભાગની શાળાઓમાં 15 જાન્યુઆરીના રોજ બંધ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.