ચોટીલા: ઝાલાવાડના પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે દર વર્ષે ડુંગર ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યાર આ વર્ષે ફાગણ સુદ 14ને સોમવાર તા. 6ઠ્ઠી માર્ચના રોજ સાંજે 4.18 કલાકે પુનમ શરુ થતી હોવાથી અને પુનમ મંગળવારે સવારે પૂર્ણ થાય છે તે માટે પંચાગ પ્રમાણે હોલિકા દહન સાંજે પ્રકોષકાળમાં પ્રગટાવાની રહે છે. એટલે હોલિકા દહન સોમવારે સાંજે કરવામાં આવશે.
ચામુંડા મંદિર ડુંગથર ટ્રસ્ટના મહંત પરિવારના સચીનગીરીના જણાવ્યા પ્રમાણે પુનમ પણ સોમવારે ગણાશે. ચોટીલ પંથમાં વર્ષોથી એવી પરંપરા ચાલી આવે છે કે ચામુંંડા મંદિર ડુઁગર પર હોળી પ્રગટાવવામાં આવે પછી જ તાલુકાના ગામડાઓમાં અને ચોટીલા શહેરમાં હોળી પ્રગટાવવામાં આવે છે.