ચંદ્ર, સૂર્યગ્રહણ અવકાશી ખગોળીયા ઘટના
ખગ્રામ, કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણના પ્રકારોની અપાઇ સમજણ
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ રાજયકક્ષાનું જનજાગૃતિ કાર્યક્રમનું ઉદધાટન કરતાં જણાવ્યું કે, ભારતના લોકો ગ્રહણ જોઇ શકયા ન હતા. છતાં નેટ દ્વારા ગ્રહણની વિવિધ તસ્વીરો, મુદ્દાઓ આહલાદક નિવળી હતી, રાજયમાં જાથાની શાખાઓ, શુભેચ્છકોએ ગ્રહણના સમયની આસપાસ પોતાના વિસ્તારમાં ગ્રહણની સમજ, ગ્રહણની પરિભ્રમણની રમત, દ્રશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી રસપ્રદ માહીતી આપી હતી. ખગ્રાસ, કંકણાકૃતિ અને ખંડગ્રાસ ગ્રહણના પ્રકારો સમજાવ્યા હતા. ચંદ્ર સૂર્યગ્રહણ માત્રને માત્ર અવકાશી ઘટતા છે. વૈજ્ઞાનિકો સમજાવ્યા હતા. ચંદ્ર, સૂર્યગ્રહણ માત્રને માત્ર અવકાશી ઘટના છે. વૈજ્ઞાનિકો ગ્રહણ સમયે માનવકલ્યાણકારી સંશોધનો કરે છે. જયારે ભારતમાં સદીઓથી લેભાગુઓ ગ્રહણ સમયે ઊંધા ચશ્મા પહેરાવી, જાત જાતના કર્મકાંડ, ક્રિયા કાંડોનો રસ્તો બતાવી લોકોને ગેર માર્ગે દોરી ભ્રામકતા ફેલાવે છે. લોકોને માનસિક પધાત રાખવાનું ષડતંત્ર કહી શકાય, ભારતમાં બનાવેલા ગ્રહણના સૂતક બૂતક દેખાય તો પાળવાનું વિગેરે નિરર્થક બેબુયાદ છે. ગ્રહો કે ગ્રહણોને માનવ જીવન કે તેની દૈનિક ક્રિયાઓ સાથે સ્નાન સૂતક સંબંધ નથી તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે. વિશ્ર્વમાં કયાંય પણ જોવા ન મળતા ગ્રહણના નિયમો ભારતમાં જોવા મળે છે જે દુ:ખદ છે. કુદરતા, પ્રાકૃતિક નિયમ પ્રમાણે સદૈવ હોય છે. તેના ૩૬૫ દિવસ સારા શુભ એક સરખા હોય છે. માનવીએ અમુક વ્યવસ્થા ખાતર દિશાઓ બનાવી છે, ત્યારે વર્તમાન સમયે ગ્રહણની શુભ અશુભ અસરો, ચોઘડિયા મુહુર્તા, કમુર્તા ગુરુ શુક્રનો અસ્ત વિગેરે કપોળ કલ્પિક ડિંડકો ભારતમાં જોવા મળે છે. રાજકોટમાં મહીલા, બાળકો, રહીશોએ ગેરમાન્યતા ખંડન કાર્યક્રમમાં ભાગ લઇ નાસ્તો આરોગી નકારાત્મક સામે રોષ બતાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ડીસેમ્બર તા. ૧૪-૧૫ નું સૂર્યગ્રહણ વિસ્તારોમાં ગ્રહણ જોવા માટે વૈજ્ઞાનિક ઉપકરણોનો લોકોએ ઉપયોગ કર્યો હતો. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે. ગ્રહણ દરમ્યાન પૃથ્વી ઉપર છાંયડાના પટ્ટા પડેલ જોવા મળે છે. સ્થાનિક તાપમાનમાં આશરે ર૦ ડીગ્રી સુધીનો ઘટાડો જોવા મળે છે. ભારતમાં ગ્રહણ સમયે ઝેરી વાયુ, માનસિક ગાંડા લોકોમાં અસરો, સગર્ભા સ્ત્રી જોવે તો નુકશાન વિગેરે વાતો તથ્યહિન હંબક ભ્રામકતા લેભાગુઓએ ફેલાવી છે.
કોરોનાના કારણે રાજયમાં સંખ્યામાં જિલ્લા, તાલુકા મથકે કાર્યકરો આપ્યાં ફળકથનોની હોળી કરી નાસ્તો આરોગ્યો છે.