રાહદારીઓને ત્રાસ થાય અને ટ્રાફિક નિયમન જાળવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું

હોળી અને ધુળેટી નીમીતે જાહેરમાં કલર ઉડાળી રાહદારીઓને ત્રાસ થતો હોવાથી અને વાહન અકસ્માત સર્જાવાની સંભાવના રહેતી હોવાથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરમાં કલરથી રમવા અને ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

હોળી તેમજ ધુળેટીના તહેવાર દરમિયાન કોઈપણ સ્ત્રી, પુરુષ કે બાળકો જાહેર રસ્તા પર કે જાહેર જગ્યા પર આવતા જતા રાહદારીઓ પર કોરા કલર, કાદવ-કીચડ, રંગ મિશ્રીત પાણી અથવા તેલી પદાર્થ જેવી વસ્તુઓ ફેંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ પ્રકારના કલરો સાથે જાહેરમાં લઈ જવા પર અને રસ્તા ઉપર દોડાદોડી કરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરમાં કલર ઉડાવવાના કારણે વાહન અકસ્માત થવાની સંભાવના રહેતી હોવાથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસર તા.૨૦ના રાત્રીના ૧૨ થી તા.૨૨ માર્ચના રાત્રીના ૧૨ વાગ્યા સુધી જાહેરમાં કોઈપણ પ્રકારના કલર ઉડાવવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.