રાજકોટના ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસ મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે.
સતત પડી રહેલા વરસાદને કારણે મગફળીના પાકમાં તૈયાર પાક વેળાએ પણ વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલ કોળીયો ઝુંટવાઈ જવા પામ્યો છે.
ત્યારે ધોરાજીના સુપેડી ગામના ખેડૂતોમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે મગફળીના પાકમાં નુકશાની ભોગવવી પડી છે.પાક નિષ્ફળ જતા સુપેડીના ખેડતોએ ખેતરમાં જ પાકની હોળી કરી હતી.
આ સાથે જ ખેડૂતોએ નવરાત્રીના તહેવારને લઈને રાસે રમીને અનોખો વિરોધ કરીને સરકારને જગાડીને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.
પાક નિષફળ જાય તો ખેડૂતોને સહાય ચૂકવવાની સરકારે જાહેરાતો કરી છે પરંતુ હજુ સુધી તેમનું પાલન થયુ નથી જેમને કારણે ધોરાજી પંથકમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતા રવિ પાકના વાવેતર સમયે જ ખાતર બિયારણ ખરીદ કરીને વાવેતર કરવા માટે લાચાર બન્યા છે.
જેમને કારણે ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.આ સાથે જ ખેડૂતોમાં રોષ વ્યાપી જવાની સાથે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.