ઢોલ-શરણાઈ-તબલા-ઢોલક-ખંજરી- ઝાંઝ વગેરે રીપેર કરનાર કે વેચાણ કરનારને માત્ર રળીખળી જ કમાણી નવરાત્રીમાં થાય છે
ગીર-સોમનાથના રામભરોસે ચોકમાં ચાર ચાર પેઢીથી આશાપુરા તબલા રીપેસ્ટ જીતુભાઈ દેવડા કહે છે ગત વરસે કોરોનાને કારણે રાતા ફદીયાંની બોણી કેકમાણી થઈ નોતી. આ વરસે કોરોના ઓછો કે મુકત થતાં નવરાત્રીમાં નિયમો સાથેની મળેલી છૂટને કારણે થોડી થોડી ઘરાકી નીકળી છે.
અહીં કોડીનાર, તાલાલા, કેશોદ સુધીના ગામવાળાઓ પોતાના ગામ ગામડામાં રમાતી પ્રાચીન ગરબીમાં ઝુમવા-મા આદ્યશકિતની ઉપાસનામાં તલ્લીન થવા ઢોલ, ઢોલક, તબલાંની જોડી, ઝાંઝ પખવાજ ખરીદવા કે રીપેર કરવા આવે છે. તેઓ માત્ર નવરાત્રી આગલા દિવસની સંધ્યા સુધી આવે છે. બાકીનાં મહિનાઓમાં તો કોઈ એકલ દોકલ ભજન મંડળ ધૂન મંડળનું રીપેરીંગ આવે બાકી કંઈ કામ ન મળે.
નવરાત્રીમાં જે વાજીંત્રોને સથવારે એક જમાનામાં ગામ ગામડાઓમાં ઢોલ શરણાઈ ઝાંઝ પખવાજ નોબતની રમઝટથી લેવાતી ગરબીઓ ઓછી કેલુપ્ત થઈ છે.
અદ્યતન વેસ્ટર્ન વાજીંત્રો ડી.જે.સીડી અને કેસેટોમાં ધ્વનિવર્ધક યંત્રોના સથવારે અર્વાચીન ગરબીઓ આવી જતાં ધંધાને અસર તો પડી જ છે. પરંતુબદલતા જમનાની વાસ્તવિકતા સ્વીકારવી જ પડે છતાં ઉપરવાળાની મહેરમાનીથી ઘરનો રોટલો ખર્ચ નીકળે છે.