૬૯-રાજકોટ વિધાનસભા બેઠક સૌરાષ્ટ્રના પાટીદાર મોભીઓનું હબ: કોંગ્રેસ સહિતનો કોઈપણ વિરોધ પક્ષ પાટીદારને ટિકિટ આપશે તો પાસ તેની તરફેણમાં મતદાન કરાવશે
વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમીતી અને ભાજપ વચ્ચેની ખાઈ વધુ પહોળી થતી જાય છે. ભાજપને રાજયમાં હરાવવાના જોમ સાથે પાસ ઉંધેમાથે થઈ છે. પાટીદારોની વર્ચસ્વવાળી ૬૯-રાજકોટ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયભાઈને હરાવવા પાસે નિર્ધાર કર્યો છે અને કોંગ્રેસ સહિતના કોઈ પણ સમક્ષ રૂપાણી સામે પાટીદાર ઉમેદવાર ઉભો રાખવાની માંગ કરી છે.આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા રાજકોટ પાસના કાર્યકર હેમાંગ પટેલે જણાવ્યું હતું કે, ૬૯-રાજકોટ વિધાનસભા બેઠક સમગ્ર રાજકોટના પાટીદાર મોભીઓનું પ્રતિનિધિત્વ કરે છે. માટે જો આ બેઠક પર ભાજપના મહાકાય નેતાને હરાવવામાં આવે તો ભાજપને સીધો સંદેશ પહોંચે. આ બેઠક પર કોંગ્રેસ સહિતનો કોઈ પણ પક્ષ પાટીદાર ઉમેદવાર ઉભો રાખશે તો તેને પાટીદાર મતો મળશે. ભાજપને હરાવવાનો શ્રેય પાટીદારોને મળવો જોઈએ તેવો મત તેમણે વ્યકત કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે ૬૯-રાજકોટ વિધાનસભા બેઠક માટે પાટીદારને ટિકિટ આપવી જોઈએ. પાસ કયારેય રાજકારણમાં ઝંપલાવશે નહીં અને રાજકારણ કરશે પણ નહીં. તેમણે કહ્યું હતું કે, બિન અનામત આયોગને ફાળવાયેલા ૬૦૦ કરોડની રકમથી કશુ થશે નહીં. શંકરસિંહના ૭૫ ટકા અનામતના વચન અંગે તેમણે ઉમેર્યું હતું કે, ૫૦ ટકાથી વધુ અનામત કેટલાક રાજયોમાં છે. કાયદામાં થોડો ફેરફાર કરી આ શકય બની શકે છે. આનંદીબેન અને અમિત શાહ વચ્ચેની લડાઈનો ભોગ પાટીદારો બન્યા છે.તેમણે એમ પણ કહ્યું હતું કે, દરેક સમાજને સાથે લઈ ચાલી શકે તેવા વ્યક્તિને પ્રતિનિધિત્વ આપવું જોઈએ. તેમણે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજયગુરુ સામે કશો વાંધો ન હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પાટીદારો ઈન્દ્રનીલને જીતાડવા સપોર્ટ કરશે. ઈન્દ્રનીલ કોઈપણ બેઠક પરથી લડશે તેને પાટીદારોના મત મળશે. ૬૮-રાજકોટ વિધાનસભા બેઠક પર પણ ઈન્દ્રનીલને જીતાડવા પાટીદારો મતદાન કરશે.વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમીતી અને ભાજપ વચ્ચેની ખાઈ વધુ પહોળી થતી જાય છે. ભાજપને રાજયમાં હરાવવાના જોમ સાથે પાસ ઉંધેમાથે થઈ છે. પાટીદારોની વર્ચસ્વવાળી ૬૯-રાજકોટ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયભાઈને હરાવવા પાસે નિર્ધાર કર્યો છે અને કોંગ્રેસ સહિતના કોઈ પણ સમક્ષ રૂપાણી સામે પાટીદાર ઉમેદવાર ઉભો રાખવાની માંગ કરી છે.આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા રાજકોટ પાસના કાર્યકર હેમાંગ પટેલે જણાવ્યું હતું કે, ૬૯-રાજકોટ વિધાનસભા બેઠક સમગ્ર રાજકોટના પાટીદાર મોભીઓનું પ્રતિનિધિત્વ કરે છે. માટે જો આ બેઠક પર ભાજપના મહાકાય નેતાને હરાવવામાં આવે તો ભાજપને સીધો સંદેશ પહોંચે. આ બેઠક પર કોંગ્રેસ સહિતનો કોઈ પણ પક્ષ પાટીદાર ઉમેદવાર ઉભો રાખશે તો તેને પાટીદાર મતો મળશે. ભાજપને હરાવવાનો શ્રેય પાટીદારોને મળવો જોઈએ તેવો મત તેમણે વ્યકત કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે ૬૯-રાજકોટ વિધાનસભા બેઠક માટે પાટીદારને ટિકિટ આપવી જોઈએ. પાસ કયારેય રાજકારણમાં ઝંપલાવશે નહીં અને રાજકારણ કરશે પણ નહીં. તેમણે કહ્યું હતું કે, બિન અનામત આયોગને ફાળવાયેલા ૬૦૦ કરોડની રકમથી કશુ થશે નહીં. શંકરસિંહના ૭૫ ટકા અનામતના વચન અંગે તેમણે ઉમેર્યું હતું કે, ૫૦ ટકાથી વધુ અનામત કેટલાક રાજયોમાં છે. કાયદામાં થોડો ફેરફાર કરી આ શકય બની શકે છે. આનંદીબેન અને અમિત શાહ વચ્ચેની લડાઈનો ભોગ પાટીદારો બન્યા છે.તેમણે એમ પણ કહ્યું હતું કે, દરેક સમાજને સાથે લઈ ચાલી શકે તેવા વ્યક્તિને પ્રતિનિધિત્વ આપવું જોઈએ. તેમણે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજયગુરુ સામે કશો વાંધો ન હોવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પાટીદારો ઈન્દ્રનીલને જીતાડવા સપોર્ટ કરશે. ઈન્દ્રનીલ કોઈપણ બેઠક પરથી લડશે તેને પાટીદારોના મત મળશે. ૬૮-રાજકોટ વિધાનસભા બેઠક પર પણ ઈન્દ્રનીલને જીતાડવા પાટીદારો મતદાન કરશે.જો કે, ૬૯-રાજકોટ પર પાટીદાર ઉમેદવારને જ ઉભો રાખવાનો આગ્રહ તેમણે રાખ્યો છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં આગામી સમયમાં હાર્દિક પટેલનો વિશાળ રોડ-શો યોજાશે. જેને સંકલ્પ યાત્રા નામ પણ આપવામાં આવ્યું છે. આ રોડ-શો મતદાન જાગૃતિ માટે પણ થશે જેમાં બેટી બચાવો સહિતની સામાજીક મુદ્દાઓને આવરી લેવામાં આવશે. આ રોડ-શોની તારીખ અને સમય પાસની કોર કમીટી અને રાજકોટની ટીમ વચ્ચેની બેઠક બાદ નકકી કરવામાં આવશે.