૧ કિલોથી ૮૦ કિલોના લાખેણી કિંમતના શ્વાશ પળાય છે, તો અઢી લાખનો મેકાઉ પેરોટ પણ બર્ડ લવર્સ પાસે છે
રંગીલા રાજકોટની પ્રજા રાજય કે દેશમાં તેની લાઈફ સ્ટાઈલ, ઉત્સવ ઉજવણી-શોખ માટે જાણીતી છે. છેલ્લા દશકામાં લાખેણી કિમંતનાં ડોગ બર્ડ રાખવાનો ક્રેઝ વધ્યો છે. શહેરમાં ડોગ લવર્સ બર્ડ લવર્સની સંખ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળ છે. ડોગમાં ટોય બ્રીડ શોખીનોની પ્રથમ પસંદગી બની છે, જેમાં લાસા, સ્ટીસઝુ, બીગલ અગ્રીમબીડ છે. શહેરમાં ૧ કિલોથી લઈને ૮૦ કિલો વજન ધરાવતા ડોગ લોકો પાળે છે. શ્વાનની કેર બાબતે દર વર્ષે યોજાતા ડોગ-શોને કારણે લોકોમાં જાગૃતિ સારી આવી છે. છતા ઓનલાઈન ડોગ ખરીદતા ઘણા લોકો છેતરાયા પણ છે. રજીસ્ટર્ડ ડોગ પણ સારી એવી સંખ્યામાં રાજકોટમાં જોવા મળી રહ્યા છે. ટોપ બ્રીડ ડોગની કિંમત ૨૦ હજારથી વધુ હોય છે. તો શહેરમાં દોઢ લાખનો ગ્રેટડેન ને લેબ્રાડોર પણ લાખેણી કિમંતનો છે.
રાજકોટમાં મુખ્તત્વે, ગ્રેટડેન, જર્મન શેફર્ડ, બેલ્જીયમ શેફર્ડ,સાયબેરીયન હસ્કી, મેસ્ટીફ, ડોબરમેન, મુઢોલ હાઉન્ડ, ચાવચાવ, બુલી વિગેરે જેવા ડોગ શ્વાન માલિકો પાળી રહ્યા છે, જેને ૨૫૦ રૂા. કિલોથીલઈને ૮૦૦ રૂા.ના કિલો ખોરાક પણ મળે છે. મોટી બ્રીડ એક દિવસમાં ૧ કિલો ખોરક ખાય જાય છે.
તેના માટેના બ્યુટીપાર્લરો પણ ચાલે છે. જેમાં હેરકટીંગ, નેઈલકટીંગ, ટીકબાથ જેવી વિવિધ ટ્રીટમેન્ટ શ્વાન માલીકો કરાવવા લઈ જાય છે. જેનો ખર્ચ પણ ૫૦૦ રૂા.થી લઈને ૫ હજાર જેટલો આવે છે. આવનારા દિવસો રજીસ્ટર્ડ ડોગ સિવાય ડોગ પળી ન શકાય તેવું પણ બની શકે તેથી ડોગ લવર્સ અત્યારથી કેનલ કલબ ઓફ ઈન્ડીયા જેવા રજીસ્ટર્ડ ડોગ લે છે. તેનો ભાવ પણ વધારે હોય છે. ભારતનાં મોટા શહેરોમાંથી કોર્મશિયલ બ્રીડરો પાસેથી ડોગ ખરીદાય છે. પપી પ્લેન અથવા ટ્રેનમાં રાજકોટ આવી જાય છે. તેની એસેસરીઝમાં ડોગ-ફૂટ, પટ્ટા, શેમ્પુ, ટોયઝ, ચોકચેઈન વિગેરે આવે છે.
ડોગ-હોર્સની સાથે બર્ડના શોખીનો પણ રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં વધ્યા છે. જેમાં આફ્રિકન ગ્રે, મેકાઉ, સનકનુર, લોરી, કાકાટું, ઈકલેટર, રોજીલા, બજરીગર, લવબર્ડ, કોકેટીલ્સ જેવા નગરજનોની પ્રથમ પસંદ છે. આ પેરોટને પણ ખોરકનો માસિક ખર્ચ ત્રણ હજાર જેટલો આવે છે. તો આફ્રિકન ગ્રેની કિંમત ૬૦ હજાર છે ને મેકાઉ દોઢ લાખનો આવે છે !! હેન્ડટેમબર્ડ જે પાળીતા હોય છે. ખૂલ્લા રહે છે, હાથ પર બેસી રહે તેનો ભાવ ઉચો હોય તો વાઈલ્ડ પીંજરામાં જ રહે તે થોડા સસ્તા મળી જાય. હેન્ડટેમ બર્ડનું ચલણ રાજકોટમાં વધારે છે.
શહેરમાં પક્ષી પ્રેમી પાસે ૩ થી ૬ લાખના લાખેણા પક્ષી પાળવાનો ક્રેઝ છે. તો ૮૦૦ રૂા. જોડી બજરીગર પણ સામાન્ય લોકો પાળી રહ્યા છે. શહેરમાં સૌથી વધુ ડિમાન્ડ, બજરીગર, સનકનુર ને બોલતી બ્રીડમાં આફ્રિકન ગ્રે છે. જેનો બચ્ચાનો ભાવ ૩૦ થી ૬૦ હજાર છે. મેકાઉ ૮૦ હજારથી શરૂ કરી ને ૬ લાખ સુધીના આવે છે. જેમાં કલર સાઈઝ મુજબ ભાવ લેવાય છે. આફ્રિકન ગ્રે પેરોટ વિશ્ર્વમાં સૌથી બોલતી પ્રજાતી છે. જે ૪૫૦ થી વધુ અવાજો કાઢી શકે છે.
શહેરમાં આફ્રિકન ગ્રે ૨૦૦, મેકાઉ ૩૦, સનકનુર ૩૦૦, લોરી-૧૦૦, કાકાટુ ૩૦, ઈલેકટર ૦૫, રોજીલાની ૧૦ પેર જેટલા બર્ડ રાજકોટમાં બર્ડ લવર્સ પાળી રહ્યા છે. આ બધા લાખેણી કિંમતના છે માલિક તેને પુત્ર કરતા પણ વધારે પ્રેમ અને જતન કરે છે.
લાખેણી કિમંતના ડોગ-બર્ડ
રાજકોટિયન્સ પાસે ત્રણ લાખના ગ્રેટડેન, તો દોઢ લાખની કિમંતનાં જર્મન શેફર્ડ છે. રજીસ્ટર્ડ ડોગની કિંમત બચ્ચાની જ ૩૦ હજારથી શરૂ થાય છે. મેકાઉ નામની પ્રજાતીનાં પોપટની કિંમત દોઢ લાખથી શરૂ કરીને પાંચ લાખ સુધીની હોય છે. અડધા લાખની કિમંતની લોરી પણ અંદાજે સો જેટલા બર્ડ લવર્સ પાસે છે. પાંચ બર્ડ લવર્સ પાસે સવા લાખની કિંમતનો ઈકલેટર પેરોટ પણ છે. આ બધા બર્ડ હેન્ડટેમ હોય છે. જે ઘરમાં ખૂલ્લા જ રહેતા હોય છે. માણસ જેવાજ અવાજમાં બોલતા પણ હોય છે. ૯૦ હજારથી શરૂકરીને અઢી લાખના કાકાટુ પણ ત્રીસ જેટલા બર્ડલવર્સ પાસે છે. અહીનાં શ્ર્વાન દેશમા યોજાતા ડોગ શોમાં ભાગ લઈને વિજેતા પણ થયા છે. અહિ પોતાની પાસે ૭ થી વધુ ડોગ – લાખેલા પોપટ રાખનારા પણ રંગીલા રાજકોટમાં જોવા મળી રહ્યા છે. શહેરની શોખીન પ્રજામાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોનાં સરીસૃપ પ્રજાતીનાં પાયથ, ઈગ્વાના (કાંચીડા), સ્પાઈડર (ટુરલટુલા) રાખવાનો ક્રેઝ વધ્યો છે!!
રાજકોટ પેલેસમાં વિવિધ પ્રજાતીના ૧૫ થી વધુ શ્વાન છે ડોગની અમુક પ્રજાતી સેફટીડોગ તરીકે આવે છે તો અમુક શ્ર્વાનની સુંઘવાની શકિત પાવરફૂલ હોવાથીતેનો એરપોર્ટ પોલીસ લશ્કર કે અન્ય તપાસ સંદર્ભે સ્નીફર ડોગ તરીકે ઉપયોગ થાય છે.